Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NCSC Chief Kishor Makwana: જાણીતા લેખક કિશોર મકવાણાની NCSC ના ચેરપર્સન તરીકે નિમણૂક

12:17 AM Mar 10, 2024 | Aviraj Bagda

NCSC Chief Kishor Makwana: આજરોજ દેશમાં નવા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) ના Chair Person નિયુક્ત કરવામાં આવી છે. તેઓ દેશભરમાં વક્તા, લેખક સમસ્ત અનુસૂચિતના સમાજન વૈચારિક જાગરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

  • નવા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ નિયુક્ત કરાયા
  • ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના હિતોનું રક્ષણ કરવાનો
  • રાષ્ટ્રપતિ તેમની સેવાની શરતો અને કાર્યકાળ પણ નક્કી કરે છે

દેશમાં નવા નિમાયેલા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પ્રમુખ BJP ના સહ પ્રવક્ત પણ રહ્યા છે. ત્યારે President દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) ના Chair Person તરીકે કિશોર મકવાણા નિમણૂંક કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એક બંધારણીય સંસ્થા છે. આ કમિશનની રચના ભારતીય બંધારણની કલમ 338 હેઠળ કરવામાં આવી છે.

NCSC Chief Kishor Makwana

ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના હિતોનું રક્ષણ કરવાનો

આ કાયદાની જોગવાઈનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના હિતોનું રક્ષણ કરવાનો અને તેમને ભેદભાવ અને શોષણથી બચાવવાનો છે. આ ઉપરાંત NCSC નો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવાનો પણ છે.

રાષ્ટ્રપતિ તેમની સેવાની શરતો અને કાર્યકાળ પણ નક્કી કરે છે

NCSC એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC) માં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ વધારાના સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ તેમની સહી અને સીલ કરીને નિમણૂંક કરે છે. રાષ્ટ્રપતિ તેમની સેવાની શરતો અને કાર્યકાળ પણ નક્કી કરે છે.

આ પણ વાંચો: Palanpur School: ભવિષ્યની ભાવિ પેઢી બિસ્માર શિક્ષણ મંદિરમાં કરી રહી છે અભ્યાસ