+

NAVSARI : પ્રેમનો આવ્યો કરૂણ અંત, પ્રેમીએ જ પ્રેમિકાનો લીધો જીવ

NAVSARI : નવસારી ( NAVSARI ) શહેરની એક ખાનગી શાળામાં મરણ જનાર મુક્તિ પટેલ સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતી હતી. જેને છ માસ અગાઉ શાળામાંજ વોચમેન તરીકે નોકરી કરતા રાજેશ…

NAVSARI : નવસારી ( NAVSARI ) શહેરની એક ખાનગી શાળામાં મરણ જનાર મુક્તિ પટેલ સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતી હતી. જેને છ માસ અગાઉ શાળામાંજ વોચમેન તરીકે નોકરી કરતા રાજેશ પટેલ જોડે આંખ મળી ગઈ. જેથી મુક્તિ અને રાજેશ રોજ મળવા લાગ્યા હતા. પતિ દ્વારા શારીરિક અને આર્થિક સુખથી વંચિત મુક્તિને પ્રેમી રાજેશ સંતુષ્ટ કરતો હતો.આ તરફ રાજેશને પણ મુક્તિનો સાથ ગમતો હતો અને મુક્તિ ફકત પોતાની જ રહે તે માટે હમેશા પ્રયત્ન કરતો રહેતો હતો. જોકે આ પ્રેમમાં કંઈક એવું થયું કે રાજેશને મુક્તિ ઉપર શંકા પણ હતી. જેને લઇ તેણે મુક્તિના ફોનમાં ખાસ એપ્લિકેશન અને સોફ્ટવેર પણ તેની જાણ બહાર નાખી દીધા હતા. જે સોફ્ટવેર અને એપ્લિકેશનની મદદ થી રાજેશ મુક્તિના ફોનની તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખતો હતો.

મુક્તિ વારંવાર રાજેશ પાસે રૂપિયાની માંગણી કરતી હતી

બીજી તરફ આર્થિક તંગીને કારણે મુક્તિ વારંવાર રાજેશ પાસે રૂપિયાની માંગણી કરતી હતી. જે રાજેશને પસંદ નહોતું. ક્યારેક ખર્ચ માટે તો ક્યારેક મોપેડની લોન ભરવા રૂપિયા માંગતી મુક્તિથી રાજેશ તંગ થઈ ગયો હતો અને રાજેશે મુક્તિની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો ટૂંકા ગાળામાં માત્ર વાસના સંતોષવા બંધાયેલા સબંધો અને વારંવાર રૂપિયાની માંગણીથી રાજેશ કંટાળી ગયો. સાથે જ મુક્તિના ચંચળ સ્વભાવ વિશે જાણતા રાજેશના મનમાં ક્યાંક શંકાનો કીડો પણ સળવળી રહ્યો હતો.આખરે રાજેશે મુક્તિનો કાંટો કાઢી નાખવાનો નિર્ણય કર્યો. હત્યાના કારસામાં આગળ વધતા રાજેશ ગત તારીખ 29મી એપ્રીલના રોજ મુક્તિને પોતાની એક્ટિવા ઉપર બેસાડી ઘરે લઈ આવ્યો.

પ્રેમમાં આંધળી બનેલી મુક્તિને કલ્પના પણ નહોતી આજની રાત તેના જીવન ની છેલ્લી રાત છે

રાજેશની પત્ની પિયર ગઈ હતી અને વૃદ્ધ માતા પિતા તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા બપોર બાદ મુક્તિને પોતાના ઘરે લાવી રાજેશે શારીરિક સુખ માણ્યું જોકે પ્રેમમાં આંધળી બનેલી મુક્તિને કલ્પના પણ નહોતી આજની રાત તેના જીવન ની છેલ્લી રાત છે. રાત તેના અંતિમ પ્રહરમાં હતી ત્યારે રાજેશ ફરી મુક્તિને પોતાની એક્ટિવા ઉપર બેસાડી તેના ઘરે અબ્રામા ગામે મૂકવા માટે નીકળ્યો અને ઘરે પહોંચ્યા બાદ તુરંત રાજેશના માથે ખૂન સવાર થઈ ગયું મુક્તિનું એક હાથે મોઢું અને બીજા હાથે ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી પોતે ક્યાંય ફસાઈ ન જાય તે માટે રાજેશે આગોતરું આયોજન કર્યું હતું.

પોલીસને ગેરમાર્ગે દોરવા મુક્તિના નામની સુસાઇડ નોટ પણ લખી નાખી

રાજેશે હત્યાને આત્મહત્યમાં ખપાવી દેવા 24 કલાક પેહલા જ પેટ્રોલપંપ ઉપરથી ડીઝલ લઈ લીધું હતું અને પોલીસને ગેરમાર્ગે દોરવા મુક્તિના નામની સુસાઇડ નોટ પણ લખી નાખી હતી અને તે સુસાઈડ નોટ રાજેશે મુક્તિના ફોનમાંથી તેના પરિજનોને વ્હોટસએપ ઉપર મોકલી દીધી હતી. પોતાના પ્લાનને આગળ વધારતા રાજેશે મુક્તિની લાશને તેના જ ઘરના વાડામાં લઇ જઇ ડીઝલ છાંટી સળગાવી દીધી હતી.

પોલીસને મુક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવી

બીજા દિવસે સવારે પોલીસને મુક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવી. પોલીસે લાશનો કબ્જો લઈ ફોરેન્સિક પી.એમ કરાવ્યું. જેમાં હત્યા કર્યા બાદ લાશને સળગાવી દેવામાં આવી હોવાનું બાહર આવ્યું અને આજ મહત્વની કડી પોલીસને હત્યારા રાજેશ સુધી દોરી ગઈ તપાસમાં જોતરાયેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજેશના ગામ મટવાડથી લઈ મુક્તિના ગામ અબ્રામા વચ્ચેના તમામ સીસીટીવી ફૂટેજ ખંગોળી નાખ્યા જેમાં રાજેશ જ મુક્તિને લઈને ગયો હોવાનું સ્પષ્ટ થયું.પોલીસે રાજેશની અટક કરી લીધી. પ્રથમ તો મુક્તિને ઓળખવામાં પણ ઇનકાર કરતા રાજેશને પોલીસે પુરાવા બતાવ્યા અને આખરે પોલીસ સામે ભાંગી પડેલા રાજેશે મુક્તિની હત્યા કરી હોવાનું કબૂલી લીધું.

પ્રેમનો હંમેશા અંત કરૂણ આવતો હોય છે ત્યારે આ કીસ્સામાં પણ એવુ જ બન્યું અને આખરે પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી જોકે પોલીસે હાલ તો હત્યારા પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ત્યારે રૂપિયાની માંગણી થી કંટાળીને આ હત્યા કરાઈ છે કે પછી હત્યાનું કારણ કંઈક બીજું છે એ અંગે પણ NAVSARI પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : MORBI : મોરબી ક્રાઈમ બ્રાંચનો સપાટો, લાખોની કિમતનો વિદેશી દારૂ કર્યો જપ્ત

Whatsapp share
facebook twitter