Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Navsari Crime: નવસારીની તપસ્યા નારી સમિતિ દ્વારા યુવાનો પાસે લાખોની ઉચાપત કરવામાં આવી

05:41 PM Mar 10, 2024 | Aviraj Bagda

Navsari Crime: રાજ્યમાં ફરી એકવાર લાખોના તોડાકાંડ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં નવસારીની તપસ્યા નારી સેવા સમિતિના પ્રમુખ સિહત અન્ય કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

  • તપસ્યા નારી સમિતિ પર છેતરપિંડીના આરોપ લાગ્યા
  • સરકારી નોકરીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું
  • નવસારી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

આ મામલામાં ગણદેવીના યુવાન વિપિન કુશવાહા પાસેથી સરકારી નોકરી આપવાના વાયદા સાથે લાખોની ઉચાપત કરવામાં આવી હતી. ત્યારે નવસારી તપસ્યા નારી સમિતિના પ્રમુખ રિશિદા ઠાકુર અને તેના અન્ય સાથીદારો દ્વારા યુવકને સરકારી નોકરી આપવાના બહાને 33 લાખની છેતરપિંડી કરી હતી. તપસ્યા નારી સેવા સમિતિના કાર્યકરો દ્વારા યુવાનને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો.

સરકારી નોકરીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું

વર્ષ 2021 થી અત્યાર સુધી તપસ્યા નારી સેવા સમિતિ દ્વારા રેલવેમાં નોકરી આપવાના બહાને દેશભરમાં અનેક યુવાનો સાથે આ રીતે પૈસાની ઉચાપત કરી છે. તપસ્યા નારી સમિતિની પ્રમુખ રિશિદા ઠાકુર દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સરકારી નોકરીના કાર્યક્રમનો આયોજન કરતી હોય છે. તે ઉપરાંત દેશના વિવિધ રાજકીય કાર્યકરો સાથે પણ જોવા મળતી હોય છે.

નવસારી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

જોકે તપસ્યા નારી સમિતિ દ્વાર કરવામાં આવતી છેતરપિંડી વિરુદ્ધ ગણદેવીના યુવાને ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને હાલમાં નવસારી ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ તપાસ દરમિયાન ભવિષ્યમાં અન્ય મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: VADODARA : સંસ્કારી નગરીમાં યોજાયું સાડી રન