+

NAVSARI : આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R PATIL શક્તિપ્રદર્શન સાથે નોંધાવશે પોતાની ઉમેદવારી

C R PATIL NOMINATION : લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં હવે ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં…

C R PATIL NOMINATION : લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં હવે ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં રેલીના માધ્યમો દ્વારા શક્તિપ્રદર્શન કરીને નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત ભાજપના પીઢ નેતા અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર ( C R PATIL  )પાટીલ નવસારી લોકસભા બેઠક ખાતેથી પોતાની ઉમેદવારો નોંધાવશે, ચાલો જાણીએ શું રહેશે સી આર પાટીલનો કાર્યક્રમ…

સી. આર પાટીલની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યગૃહ મંત્રી રહેશે હાજર

 આજે નવસારી લોકસભા બેઠક પરથી સી. આર પાટીલ ( C R PATIL  ) પોતાની ઉમેદવારી નોંધાવશે ત્યારે તેના પહેલા સી. આર પાટીલની ( C R PATIL  ) ભવ્ય સંકલ્પ વિજય રેલીનું આયોજન કરવામાં આવશે.આ વિજય સંકલ્પ રેલી નવસારી ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી નીકળશે. રેલીમાં સી. આર પાટીલની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે. આ સિવાય અન્ય મંત્રીગણ અને ભાજપના અગ્રણીઓ સહિતના નેતાઓ પણ જોડાશે અને વધુમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાશે.

સવારે દસ કલાકે રેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરશે

ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રેલી શરૂ થઈ જિલ્લા કલેકટર ખાતે સંપન્ન થશે. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી રેલી સર્કિટ હાઉસ,લુન્સીકુઇ મેદાન,કોર્ટ સંકુલ,જુના થાણા, વિવેકાનંદ સ્ટેચ્યુ, શિવાની પાર્ક થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચશે, જ્યાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. અંદાજીત 2.30 કિલોમીટર સુધીના આ રૂટમાં આપણને ભાજપનું શક્તિપ્રદર્શન જોવા મળશે જેમાં અંદાજીત 20 હજારથી વધુ કાર્યકરો જોડાય તેવી શકયતા છે. આ રેલી સવારે દસ કલાકે રેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરશે.

આ પણ વાંચો : AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે, જાણો તેમનો રોડ મેપ

Whatsapp share
facebook twitter