Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિદેશમાં નવરાત્રિએ આ વખતે અનેરું આકર્ષણ જમાવ્યું

02:51 AM Apr 22, 2023 | Vipul Pandya

કોરોના ના કારણે છેલ્લા 2 વર્ષ દરમ્યાન સમગ્ર વિશ્વ માં વસતા ગુજરાતીઓ ખેલિયાઓ ગરબા-નવરાત્રીથી વંચિત રહ્યા હતા, ભારત જ્યારે વિશ્વગુરૂ તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતની નવરાત્રીને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ત્યારે દેશ વિદેશમાં નવરાત્રીએ આ વખતે અનેરું આકર્ષણ જમાવ્યું છે 

ત્યારે U.Kની વાત કરીએ તો વર્ષોથી લંડનમાં કચ્છી (Kutch) લેઉઆ પટેલ સમાજ અને કચ્છી સોશિયલ કલ્ચર સોસાયટી (Kutchi Social Culture Society)દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. શનિવાર રાત્રે કચ્છી લેઉઆ પટેલ કોમ્યુનિટી લંડન (London) દ્વારા જે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તે યુરોપની સૌથી મોટી નવરાત્રી છે ત્યાં તમામ સમાજના ગુજરાતી ભાઈ-બહેનો ગરબાની રમઝટ બોલાવે છે

લંડનના જુદા જુદા વિસ્તારો માંથી ગરબા રમવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા, આ પ્રસંગે UKમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતાં હાઈકમિશનર શ્રીમતી વિક્રમ કે દોરાઈસ્વામી, સાંસદ શ્રીઓ બોબ બ્લેકમેન, ગેરેથ થોમસ  બેરી ગાર્ડીનર સાથે કાઉન્સિલસ, સમાજના અગ્રણીઓ વિનોદભાઈ હાલાઈ, હીરજીભાઈ કિંગ્સબરી ફ્રુટ્સ  અને કાંતિભાઈ પીંડોરીયાને સમાજ વતી સમાજના પ્રમુખ માવજીભાઈ વેકરીયા અને સામાજીક કાર્યકર અને પૂર્વ પ્રમુખ શ્રી રામજીભાઈ વેકરીયા એ આવકાર કરી તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા. ઉપસ્થિત હાઈકમિશનર સહિત ના મહાનુભાવોએ માતાજીની આરતી કરી હતી , ૨૫૦૦ થી વધારે લોકોએ રાઉન્ડઅપ ગરબે ઘુમ્યા હતા  

કચ્છ સોશિયલ કલ્ચર સોસાયટી દ્વારા યોજવામાં આવેલ ગરબી અંગે વિશે ખ્યાલ આપતાં લેડી ખેલૈયા કાંતાબેન પટેલ અને સ્થાનિક રામજીભાઈ વેલાણી એ જણાવ્યું હતું કે , સંગીત અને સુર સથવારે ઉમંગ ચડતાં પોતાની ડ્યુટી પર જ મહિલા અને પુરુષ પોલીસે ડ્રેસ માં જ ગરબા ના તાલે ઝૂમી ને ગરબા માં ઉત્સાહ ભેર લાભ લીધો હતો .

નવરાત્રિ ના થોડા દિવસ પહેલાં જ ઇંગ્લેન્ડના લેસ્ટરમાં સાંપ્રદાયિક સંઘર્ષ નો રૂપ આપી ધ્વજ અપમાનજનક રીતે તોડીને સળગાવી મુક્યો હતો  આ ઘટનાથી ચિંતીત થઈ આયોજકોએ પોતાની રીતેતો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સાથે બ્રિટન સરકારે પણ આ હિન્દુ તહેવાર નવરાત્રિ  વચ્ચે ફરી કોઈ ઉપદ્રવ ન થાય તે હેતુથી કાર્યક્રમ સ્થળે પોલીસ સિક્યુરિટી  ગોઠવામાં  આવી  હતી.  

ઇંગ્લેન્ડની નવરાત્રિમાં પણ એવું જ થયું. માતાજીની આરતીનો ભ‌ક્તિમય માહોલ, પરંપરાગત રંગબેરંગી વેશભૂષામાં સજ્જ ગુજરાતીઓના રાસ અને ગરબાનો સ્થાનિક માહોલ જોઈને અતિ અનુશાસિત ગણાતા આ દેશના મહિલા અને પુરુષ પોલીસ અધિકારીઓ પણ સુરક્ષા બાબતે એટલા નિશ્ચિંત બન્યા કે પોતે પણ બધી ચિંતા છોડીને ગરબા રમવા લાગી ગયા હતા, આ નવરાત્રિ પ્રસંગે યુ.કે માં વસવાટ કરતાં દરેક શેત્ર સાથે સંકળાયેલા મહાનુભવો માં કાઉન્સિલરો, ડોક્ટરો, સોલિસ્ટિસ્  ઉધોગપતિઓ, વેપારીઓ, જોડાયા હતા.