Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તર પ્રદેશ ભાજપના નેતાએ ખુરશી પર ચડીને ઉઠક બેઠક કરી, જુઓ વિડીયો

07:09 PM Apr 27, 2023 | Vipul Pandya
ઉત્તર પ્રદેશની વિધાાનસભા ચૂંટણીમાં અનેક પ્રકારના રંગો સામે આવી રહ્યા છે. ક્યાંક કોઇક નેતા બોલવામાં ભાન ભૂલી રહ્યા છે તો વળી કોઇક નેતા ચાલુ સભાએ જ મંચ પર ચઢીને ઉઢક બેઢક કરવા લાગે છે. તમે બિલકુલ બરાબર વાંચ્યું કે ચાલુ સભાએ લોકોની માફી માંગવા માટે ખુરશી પર ચઢીને ઉઠક બેઠક કરી. આવી ઘટના ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બની છે. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


ઘટના શું છે?
ઉત્તર પ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાબર્ટ્સગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય ભૂપેશ ચૌબેનું એક અલગ જ રુપ જોવા મળ્યું છે. આ સભા દરમિયાન ભૂપેશ ચૌબેએ લોકોની માફી માંગતા હાથ તો જોડ્યા જ પરંતુ સાથે ખુરશી પર ચડ્યા અને કાન પકડીને ઉઠક બેઠક પણ કરવા લાગ્યા. બુધવારે રોબર્ટસગંજ હેડક્વાર્ટરમાં ભાજપની જાહેર સભા હતી. રોબર્ટસગંજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ભૂપેશ ચૌબે પણ જાહેર સભામાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યએ નારાજ જનતાને મનાવવાની અનોખી રીત અપનાવી હતી.

લોકો શા માટે નારાજ હતા?
ધારાસભ્ય પ્રત્યે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. લોકોનું કહેવું છે કે ધારાસભ્ય ભૂપેશ ચૌબેએ પોતાના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારમાં વિકાસનું કોઈ કામ કર્યું નથી. આ નારાજગી દૂર કરવા ધારાસભ્ય ભૂપેશ ચૌબે જાહેરમાં માફી માંગી હતી. આ દરમિયાન ધારાસભ્યએ જનતાને આશ્વાસન આપ્યું કે તેમનાથી જે ભૂલ થઈ છે તે હવે નહીં થાય. 
ભૂપેશ ચૌબેએ કહ્યું કે જે રીતે 2017ની ચૂંટણીમાં તમે બધા ભગવાન જેવા કાર્યકરોએ આશીર્વાદ આપ્યા હતા, તે જ રીતે આ વખતે પણ તમારા આશીર્વાદ આપો. જેથી રોબર્ટસગંજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી શકે. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં થયેલી ભૂલો માટે માફી માંગી અને ખુરશી પર ઉઠક બેઠક કરી હતી.