Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનમાં હજુ કેટલા ભારતીય નાગરિકો ફસાયા છે? રાહુલ ગાંધીએ માગ્યો જવાબ

04:30 PM Apr 29, 2023 | Vipul Pandya

રશિયાના હુમલાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો ભારત સરકારને સ્વદેશ જલ્દીથી પરત લાવવાની અપીલ કરી રહ્યા છે. જોકે, યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. જે અંતર્ગત ઘણા નાગરિકોને એરલિફ્ટ કરાયા છે. વળી હજુ પણ ઘણા ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે હવે રાહુલ ગાંધીએ ભારત સરકારને આ અંગે ત્રણ સવાલો કર્યા છે.
રશિયન હુમલા વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓને લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ત્રણ સવાલ પૂછ્યા છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું, “વધુ દુર્ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારે જણાવવું પડશે કે કેટલા વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે? કેટલા હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે? દરેક ક્ષેત્ર માટે વિગતવાર સ્થળાંતર યોજના. આ પરિવારોને સ્પષ્ટ વ્યૂહરચના બતાવવાની જવાબદારી આપણી છે.”

વળી તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ તેમના સંબોધનમાં જાહેરાત કરી હતી કે, યુક્રેન સામેના યુદ્ધના પ્રથમ છ દિવસમાં રશિયાએ તેના લગભગ 6,000 સૈનિકો ગુમાવ્યા છે. આંકડાઓમાં ગઈ રાતના નુકસાનનો સમાવેશ થતો નથી. તેમણે કહ્યું, “રશિયન માતાઓ તેમના બાળકોને એવા દેશમાં ગુમાવી રહી છે જે તેમના માટે સંપૂર્ણપણે વિદેશી છે. આ આંકડા વિશે વિચારો: લગભગ છ હજાર રશિયનો માર્યા ગયા. રશિયન સૈન્ય. યુદ્ધના છ દિવસ પછી. આ આવતીકાલની રાત દુશ્મનના નુકસાનની ગણતરી કર્યા વિના છે. છ હજાર.” વધુમાં, ઝેલેન્સકીએ કહ્યું કે, યુક્રેનવાસીઓ હવે દ્રઢતાનું પ્રતીક છે. એક પ્રતીક કે કોઈપણ દેશના લોકો કોઈપણ સમયે પૃથ્વી પર શ્રેષ્ઠ લોકો બની શકે છે.