Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વારાણસીમાં કહ્યું –મહેલોમાં રહેતા નેતાઓ એક ગરીબ માતાની પીડા નહીં સમજે

03:18 PM Apr 29, 2023 | Vipul Pandya

ઉત્તરપ્રદેશમાં
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ
મોદીએ પણ ચૂંટણી પ્રસાર કોઈ જ કસર બાકી નથી છોડી. ઉત્તરપ્રદેશમાં સતત જનસભાઓ યોજી
રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના વારાણસીમાં સંબોધન કર્યું હતું.
પીએમ મોદી જનસભામાં સંબોધન કરતા કહ્યું કે, પૂર્વાંચલમાં
વિકાસમાં વિશ્વાસ છે. કેટલાક પરિવારવાદીઓએ તોફાનો જ કરાવ્યા
, વિકાસ કર્યો નહીં. યુપી વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં વારાણસીમાં
મતદાન થશે. સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. પીએમ મોદીએ
કહ્યું કે ઉત્તર પ્રદેશે કદાચ દાયકાઓ સુધી આવી ચૂંટણી નહીં જોઈ હોય. આવી ચૂંટણી
જ્યારે સરકાર તેના કામ પર
, તેની પ્રામાણિક છબી પર, ભેદભાવ અને ભેદભાવ વગરના વિકાસ અને સુધારેલા કાયદો અને વ્યવસ્થાના
આધારે લોકોના આશીર્વાદ માંગતી હોય.

ઉત્તર પ્રદેશની જનતાએ યુપીને ગુંડાગીરી,
માફિયા, ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, ગેરકાયદે કબજો આપનાર નિંદા કરનારા પરિવારજનોને સંપૂર્ણપણે નકારી
કાઢ્યા છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે એક તરફ ડબલ એન્જિનનો બેવડો ફાયદો છે.
જેનો લાભ યુપીનો દરેક નાગરિક ઉઠાવી
રહ્યો છે. બીજી તરફ
પરિવારવાદીઓના પરિવારના સભ્યો ખાલી ઘોષણાઓ જ કરે છે જે વાયદાઓ ક્યારેય પૂર્ણ થઈ શકતા નથી.

પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનો આ ત્રીજો દાયકા સમગ્ર વિશ્વ માટે નવા પડકારો, સંકટ લઈને આવ્યો છે. પરંતુ ભારતે નક્કી કર્યું છે કે અમે આ સંકટ અને
પડકારોને તકોમાં બદલીશું. આ સંકલ્પ માત્ર મારો નથ.
, ભારતના 130 કરોડ નાગરિકોનો છે તમારા બધાનો છે. તેમણે કહ્યું કે આપણા ગામડાઓની એક ખાસિયત એ છે કે જ્યારે સંકટ આવે છે
ત્યારે દરેક વ્યક્તિ પોતાની ફરિયાદો ભૂલીને એક થઈ જાય છે. પરંતુ જો દેશ સામે કોઈ
પડકાર આવે તો આ ચરમપંથી પરિવારવાદીઓ તેમાં પણ રાજકીય સ્વાર્થ શોધતા રહે છે. અમે
કોરોના દરમિયાન પણ આ જોયું અને આજે યુક્રેન કટોકટી દરમિયાન પણ તે જ અનુભવી રહ્યા
છીએ. અંધશ્રદ્ધા
, સતત વિરોધ, ભારે નિરાશા, નકારાત્મકતા તેમની રાજકીય વિચારધારા
બની ગઈ છે.

 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત 80
કરોડથી વધુ ગરીબ, દલિત, પછાત, આદિવાસી પરિવારોને બે વર્ષ માટે મફત રાશન આપી રહ્યું છે. આ કામ જોઈને
આખી દુનિયા ચોંકી ગઈ છે. હું ખુશ છું કે મારો ગરીબ ખુશ છે
, મારી ગરીબ માતા મને આશીર્વાદ આપે છે. અમે સ્વચ્છ ભારત મિશન શરૂ
કર્યું
, 10 કરોડથી વધુ શૌચાલય બનાવ્યાં. જેના
કારણે ગામના ગરીબ
, દલિત, પછાત પરિવારોની બહેનોને સૌથી વધુ ફાયદો થયો હતો. આ મહેલોમાં રહેતા
લોકો નથી જાણતા
. તેમને ખબર નથી કે જો ઘરમાં શૌચાલય ન હોય તો એક ગરીબ માતાને કેટલી
પીડા થાય છે.