+

જાવેદ અખ્તરે પાકિસ્તાનને ધોઇ નાખ્યું, વાયરલ થયો વીડિયો

જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઇને સંભળાવ્યુંમુંબઇ હુમલાના લોકો તમારે ત્યાં અત્યારે પણ ફરી રહ્યા છેમુંબઇ હુમલાના આરોપી નોર્વે કે ઇજિપ્તથી આવ્યા ન હતા. અમે તો પાકિસ્તાની ગાયકોના ઘણા શો કર્યાતમે લતા મંગેશકરનો એક પણ શો કર્યો નથી જાવેદ અખ્તર ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા લાહોર ગયા છે.પાકિસ્તાન (Pakistan) ગયેલા કવિ અને લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) પાકિસ્તાનની ધરતી પર જ પાકિસ્તાનને ખરી ખà«
  • જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઇને સંભળાવ્યું
  • મુંબઇ હુમલાના લોકો તમારે ત્યાં અત્યારે પણ ફરી રહ્યા છે
  • મુંબઇ હુમલાના આરોપી નોર્વે કે ઇજિપ્તથી આવ્યા ન હતા. 
  • અમે તો પાકિસ્તાની ગાયકોના ઘણા શો કર્યા
  • તમે લતા મંગેશકરનો એક પણ શો કર્યો નથી 
  • જાવેદ અખ્તર ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા લાહોર ગયા છે.
પાકિસ્તાન (Pakistan) ગયેલા કવિ અને લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) પાકિસ્તાનની ધરતી પર જ પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવીને સહુંને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જાવેદ અખ્તરે કહ્યું કે મુંબઇ હુમલા (Mumbai attack)ના આરોપી તમારે ત્યાં અત્યારે ફરી રહ્યા છે અને આ આરોપી નોર્વે કે ઇજિપ્તથી આવ્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે અમે તો પાકિસ્તાની ગાયકોના ઘણા શો કર્યા પણ તમે લતા મંગેશકરનો એક પણ શો કર્યો નથી. 

લતા મંગેશકરનો શો પાકિસ્તાનમાં ક્યારેય થયો નથી
ગીતકાર જાવેદ અખ્તર પાંચ વર્ષ પછી ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે લાહોર ગયા છે. પાકિસ્તાની કેમેરા તેમને શોધી રહ્યા હતા. કારણ કે જાવેક અખ્તર વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. જો કે સૌના આશ્ચર્ય વખતે જાવેદ અખ્તરે કહ્યું કે ભારતે નુસરત ફતેહ અલી ખાન, મહેંદી હસન, ફૈઝ અહેમદ ફૈઝ જેવા પાકિસ્તાની દિગ્ગજોને હોસ્ટ કર્યા છે, પરંતુ લતા મંગેશકરનો શો પાકિસ્તાનમાં ક્યારેય થયો નથી.

ઇન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ 
જાવેદ અખ્તરના આ ઇન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જાવેદ અખ્તરને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે નુસરત અને મહેંદી માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું હતું. તમારા દેશમાં તો લતા મંગેશકરનું કોઇ ફંકશન થયું નથી.તો વાસ્તવિક્તા એ છે કે આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, તેમાંથી ઉકેલ નહીં આવે.

પાકિસ્તાનને ધોઈ નાખ્યું
અખ્તર અહીંથી અટક્યા ન હતા. મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વાત એ છે કે આજકાલ આટલી ગરમી છે, તે ઘટાડવી જોઈએ. અમે મુંબઈના લોકો છીએ, અમે જોયું કે કેવી રીતે હુમલો થયો. તેમણે કહ્યું કે તે લોકો ન તો નોર્વેથી આવ્યા હતા અને ન તો તેઓ ઇજિપ્તથી આવ્યા હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તેથી જો આ ફરિયાદ ભારતના હૃદયમાં છે, તો તમારે ખરાબ ન લાગવું જોઈએ.

ભારતીયો મુંબઈ હુમલાને ભૂલ્યા નથી 
જાવેદ અખ્તરે પાકિસ્તાની સભામાં વાતો વાતોમાં કહી દીધું કે  ભારતીયો 26/11ના હુમલાને ભૂલ્યા નથી, અને આતંકવાદીઓ હજુ પણ  દેશમાં મુક્તપણે ફરે છે. પ્રખ્યાત ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં આયોજિત સાતમા ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અખ્તર અને અન્ય કેટલાક ભારતીયો પાકિસ્તાનમાં હતા. અખ્તર કેટલાક લોકોને જવાબ આપી રહ્યા હતા. અખ્તરે કહ્યું કે અમે બંને પ્રદેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સ્થિતિ ઈચ્છીએ છીએ.

બંને દેશો વચ્ચે વાતચીત થવી જોઈએ
બંને દેશો વચ્ચેના વિભાજનને રેખાંકિત કરતાં અખ્તરે કહ્યું કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સમાનતાઓ વિશે જાગૃતિનો અભાવ છે. સરહદ પારના ઘણા લોકો એકબીજાની સંસ્કૃતિથી વાકેફ નથી. ઘણા લોકો નથી જાણતા કે લાહોર અને અમૃતસર માત્ર 30 કિલોમીટરના અંતરે છે. તમે અમારા વિશે બધું જ નથી જાણતા, ન તો અમે.. અને જ્ઞાનનો અભાવ બંને દેશોને નુકસાન પહોંચાડી રહ્યો છે. તે દુઃખની વાત છે કે ત્યાં બહુ સાંસ્કૃતિક આદાનપ્રદાન, વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન કે સંચાર નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter