Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadnagar to Varanasi Yatra : અહીંના કણ-કણમાં બધુ જ અલૌકિક છે, મહાકાલ કોરિડોર જોઈ લોકો કહે છે “મોદી હૈ તો મુમકીન હૈ”

11:02 PM Jul 22, 2023 | Viral Joshi

આકાશે તારકેશ્વરમ, પાતાળે હાટકેશ્વરમ અને મૃત્યુલોકે મહાકાલેશ્વરમ… વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. Gujarat First અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થયેલી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. વડનગરથી વારાણસી યાત્રા લઇને હું કશિશ અને ધ્રવિશા અમારા સહયોગી વિનોદ શર્મા અને વિક્રમ ઠાકોર સાથે કાશીની યાત્રા પૂર્ણ કર્યા બાદ ઉજ્જૈન પહોંચ્યા છીએ.

નમસ્કાર વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. હું છું કશિશ, અમારી યાત્રા આજે ત્યાં પહોંચી છે જ્યા ‘શિવ’ રાજ સરકાર છે, યાત્રા ત્યાં પહોંચી છે,, જ્યાં ભસ્મ આરતીથી લઈ સંધ્યા આરતીનો પ્રકાશ દેશભરમાં ફેલાય છે, યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં મા નર્મદા ખૂદ દેવોના દેવ મહાદેવની પરિક્રમા કરે છે.

જણાવીએ કે સદીઓની તપસ્યા જ્યારે સફળ થાય છે ત્યારે મહાકાલના આશીર્વાદ મળે છે અને જ્યારે તે મળે છે ત્યારે કાળની રેખાઓ પણ સમાપ્ત થઈ જાય અને ઉન્નતીના દ્વારા ઉજ્જૈનના દ્વારે પહોંચતા જ ખુલી જાય છે. તેથી આજે અંતથી અનંત યાત્રાની સફર અને બે જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન પણ તમને કરાવવા છે સાથે જ ડમરૂની સરકારે ડબલ ગતિથી વિકાસની રફ્તાર કઈ દિશામાં પકડી છે તે પણ બતાવવું છે.

ઉજ્જૈનની ઉર્જા. મહાકાલની મહિમા અને શંકરના સાનિધ્યમાં સાધારણ કશું જ નથી અહીના કણ કણમાં બધુ જ ના માત્ર અલૌકીક છે. બલકે અકલ્પનીય…અવિશ્વનીય પણ છે. સદીઓની તપસ્યા અને વર્તમાન આસ્થાને જોતા જ્યારે મહાકાલ પ્રસન્ન થાય છે ત્યારે જ તેમના દર્શન તેમા ભક્તોને કંઈક આ રીતે થાય છે.

“હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ જયશ્રી મહાકાલ મહાકાજ કી જય મહાકાલ મહાદેવ મહાકાલ મહાપ્રભુ મહાકાલ મહારૂદ્ર મહાકાલ નમોસ્તુતે અને મહાકાલના આશિર્વાદ જ્યારે મળે છે તો કાળની રેખા સમાપ્ત થઈ જાય છે. સમયની મર્યાદા સમાપ્ત થાય છે અને અનંતના અવસર પ્રસ્ફુતિત થઈ જાય છે.  અંતથી અનંત યાત્રા આરંભ થઈ જાય છે. મહાકાલ લોકની આ ભવ્યતા પણ સમયની મર્યાદાથી પર થઈને આવનારી અનેક પેઢીને અલૌકિક દિવ્યતાના દર્શન કરાવશે. પ્રલયો ન બાધતે, તત્ર મહાકાલ પુરી.” બસ પ્રધાનમંત્રીના આજ શબ્દોને ધ્યાનમાં રાખી નીકળી પડી અમારી આ યાત્રા.

વડનગર થી વારાણસીની યાત્રા પહોંચી મહાકાલ કોરિડોર

મહાકાલ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ છે જે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે અને અહીં ખુબ વિકાસ અને યાત્રાળુંની સુવિધામાં વધારો થયો છે. અહીં મહાકાલેશ્વર મંદિર અને કોરિડોરમાં આવેલા શ્રદ્ધાળુંઓ સાથે તેમના અનુભવ વિશે અમારી ટીમે વાતચીત કરી હતી.

અહીં આવેલા શ્રદ્ધાળુંઓના ગૃપ સાથે વાતચીત કરી હતી. શ્રદ્ધાળું ક્રિષ્ના દારાએ જણાવ્યું હતું કે, અહીં આવીને ખુબ સારુ લાગી રહ્યું છે. પહેલીવાર ઉજ્જૈન આવ્યો છું. કોરિડોર ખુબ સારો લાગ્યો. અહીંનો વિકાસ સારો કર્યો છે. ગીર્દી ઓછી થાય છે.

અન્ય એક શ્રદ્ધાળું સુહાની ગોહેલે જણાવ્યું કે, ખુબ સારુ બનાવ્યું છે. અહીં ટુરિઝ્મ વધ્યુ છે. આવનારા 20 વર્ષથી તેઓ (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન રહે, દર વખતે તેઓ વડાપ્રધાન બનતા જાય.

શ્રદ્ધાળું અભિષેક ગોહેલે જણાવ્યું કે, કોરિડોર ખુબ સારો છે અને ભારતના દરેક મંદિરમાં આવો કોરિડોર બનવો જોઈએ. મોદીજી જે કામ કરી રહ્યાં છે તે ખુબ સારી રીતે કરી રહ્યાં છે. અમે તો ઈચ્છીએ છીએ કે, મોદીજી જ PM બનેલા રહે.

અમદાવાદથી આવેલા શ્રદ્ધાળું ભાર્ગવી નાગરે જણાવ્યું હતું કે, વિકાસ સારો કર્યો છે. મુક્ત રીતે તમે ફરી શકો છો, સારું લાગે છે.

વરૂણભાઈ નામના શ્રદ્ધાળુંએ જણાવ્યું કે, મહાકાલના દર્શન કર્યાં બાદ એક અલગ જ અનુભુતિ હતી જેને શબ્દોમાં વર્ણવવો ખુબ મુશ્કેલ છે પણ એક નવો અનુભવ હતો. આ મારો ચોથું જ્યોતિર્લિંગ દર્શન છે. આના પહેલા ત્રણ જ્યોતિર્લિંગના દર્શન કરી ચુક્યો છું. નિશ્ચિત પણે આ એક પોઝિટિવ એનર્જી આપે છે જે લાઈફમાં ઘણું સારું છે, આગળ વધવા માટે તક મળે છે.

અશોકભાઈ જાદવ નામના શ્રદ્ધાળુંએ જણાવ્યું કે, અહીં આવીને વર્ણન ના કરી શકીએ એટલું સારું લાગી રહ્યું છે અને મહાકાલના દર્શન કરીને તો ખુબ ખુશી થઈ, પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે કોઈ ખાસ ડેવલપમેન્ટ નહોતું પણ આ વખતે આવ્યા તો અમને આશ્ચર્ય લાગી રહ્યું છે કે આટલું મોટું કેવી રીતે બની ગયું. ખુશી વ્યક્ત નથી કરી શકતા. આ અમારી પ્રગતી અને ભારતની પ્રગતિનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આનાથી અમે ખુબ ખુશ થયા અને અહીંની સરકાર અને ભારત સરકારનો આભાર માનીએ છીએ જેમણે અહીં આટલો સારો વિકાસ અહીં કર્યો.

સુધાબેન નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે, અહીં દર્શન માટે આવ્યા છીએ ખુબ સારુ છે અને ખુબ સારુ લાગ્યું.

કોરિડોરના દર્શન અને થયેલા ભવ્ય વિકાસના દર્શન તમને કરાવી રહ્યા હતા ત્યારે અમારી નજર ગુજરાતના જાણીતા સિંગર અને એક્ટર શ્વેતા સેન પર પડી પછી અમારી ટીમ પહોંચી ગઈ તેમનું ઈન્ટરવ્યૂ લેવા. તેમણે જણાવ્યું કે, મહાકાલ એટલે દેવોના દેવ મહાદેવ. તેમના દર્શન કરીને તો મનને એકદમ શાંતિ લાગે છે. મને એકદમ શાંત થઈ ગયું ખુબ સારા દર્શન કર્યાં. હું અહીં પરિવાર સાથે ત્રણ ચાર વખત આવી છું આજે અહીં બ્લોગ શૂટ માટે ફેમિલિ સાથે આવી છું અને પહેલા ખુબ અલગ હતું અને અત્યારે જે ડેવલપ થયું છે તે ખુબ અલગ છે. એટલું જ કહીશ કે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં તમે જે પણ ડેવલપમેન્ટ જોઈ શકો છો તે મોદી સાહેબના કારણે છે બાકી આ શક્ય નથી અને શ્રાવણ માસના પાવન અવસરે આ દર્શન કરવાનો મોકો મળ્યો છે. તેથી હું ખુબ ખુશ છું. અત્યારે ભીડ પણ ઘણી છે અને બહુ જ બધા ભક્તો અહીં આવ્યા છે અને બહુ મજા આવી. મેં દર્શન કર્યાં કોઈ અગવડતા નથી પડી અગાઉ કહ્યું તેમ આ બધુ મોદી સાહેબના કારણે જ છે.

મૃત્યુલોકમાં મહાકાલલોકના દર્શન તો તમે કર્યા હવે ચાલો સીધા જ જઈએ દક્ષિણ મુખી જ્યોતિર્લિંગના દર્શન કરવા. વડનગરથી વારાણસીની ટીમ આવી પહોંચી છે પ્રાચીન નગરી એવા ઉજ્જૈન. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક મહાકાલેશ્વર મંદિર એક એવું મંદિર જે દક્ષિણ મુખી શિવલિંગ ધરાવે છે. દુર-દુરથી અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે, એવું કેમ બને કે મહાકાલ બોલાવે અને તેનો દિકરો ના આવે. વડાપ્રધાનને પણ મહાકાલમાં વિશેષ આસ્થા અને શ્રદ્ધા છે. સાથે જ મહાકાલ કોરિડોર પણ તેમણે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ.

અમારી ટીમ સાથેની વાતચીતમાં આયુષીબેન નામના શ્રદ્ધાળુંએ જણાવ્યું કે, અહીં આવીને મહાદેવના દર્શન કરીને ખુબ સારુ લાગી રહ્યું છે. જોકે શ્રમ કરવો પડે છે પણ તેમ છતાં ખુબ સારુ લાગી રહ્યું છે. અહીં પહેલા કરતા ઘણાં ચેન્જીસ આવ્યા છે અને ઘણું ડેવલપ થયું છે. રોડ પણ સારા બની ગયા છે. વ્યવસ્થા સારી કરી છે. મોદીજીએ સનાતન ધર્મને આગળ લઈ જઈ રહ્યાં છે. વિકાસ ઘણો થયો છે, સનાતન ધર્મને લઈને સારો વિકાસ થયો છે. 2024માં મોદીજીને વડાપ્રધાન તરીકે જોવા માંગીએ છીએ.

વિવેકભાઈ નામના શ્રદ્ધાળુંએ જણાવ્યું કે, ખુબ સારુ લાગી રહ્યું છે. આજના દિવસે મહાકાલના દર્શનનો મોકો મળ્યો છે. મહાકાલ મહાકાલ છે અમારા.

અન્ય એક મહિલાએ જણાવ્યું કે, અહીં આવ્યા પછી અમને ખુબ જ સારુ લાગી રહ્યું છે. દર્શન કરવાની મજા આવી ફરવાની મજા આવી.

રાજેશ પવાર નામના શ્રદ્ધાળુંએ જણાવ્યું કે, અહીં આવીને અલૌકિક આનંદની અનુભુતિ થઈ અને હવે એવું લાગી રહ્યું છે કે સમગ્ર પૃથ્વી અને વિશ્વમાં સનાતન ધર્મ પોતાના ચરમ ઉત્કર્ષ પર પહોંચી રહ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે ભારતીય સંસ્કૃતિને શિક્ષણમાં સામેલ કરી દેવામાં આવે તો બાળકોને બાળપણથી જ આપણી સંસ્કૃતિ વિશે જાણવાનો મોકો મળશે. આ બધુ માત્ર મોદીજીના લીધે શક્ય થયું છે બાકી ના થયું હોત. તેઓ ના હોત તો લોકોને ખબર જ ના પડત કે ઓમકારેશ્વર પણ છે મહાકાલેશ્વર પણ છે. મોદીજીએ જે જ્યોતિર્લિંગનો વિકાસ કોરિડોર અને જેટલી જગ્યાએ કર્યું છે. આ તો અમે અમારી જાતને સૌભાગ્યશાળી માનિએ છીએ કે આ ક્ષણના સાક્ષી બન્યા છીએ.અમને જોવા મળી રહ્યું છે જે અયોધ્યા મંદિર જે વર્ષોથી આપણાં પૂર્વજોએ સદીઓ વીતિ યુગ નિકળી ગયા પણ તેમને આ સૌભાગ્ય મળ્યુ નહી અને અમે લોકો આજે આ બધા જ્યોતિર્લિંગોના દર્શન કરી રહ્યાં છીએ અને અમારા આરાધ્યને જાણવા સમજવાનો મોકો મળી રહ્યો છે. વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે મોદીજી તેઓ અમેરીકાથી ચૂંટણી લડે તો તેઓ ત્યાં પણ તેમને સમર્થન મળશે. મોદીજી છે તો બધુ સંભવ છે.

ધાર્મીક સ્થળોનો વિકાસ થતા ઉજ્જેનના વેપારીઓનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ.

ફુલની દુકાન ધરાવતા સુરજભાઈ નામના વેપારીએ જણાવ્યું કે, જ્યારથી કોરિડોર બન્યો છે ત્યારથી અનેક લોકો અહીં આવે છે. મારી ફુલની દુકાન સારી ચાલે છે. મોદીજીએ ઘણો વિકાસ કર્યો છે અને મધ્યપ્રદેશ સરકાર પણ સારો વિકાસ કરી રહી છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી થાય છે અને અમે તો તે જ ઈચ્છીએ છીએ કે મોદીજીની જ સરકાર આવે. મોદીજી છે તો મૂમકીન છે.

નંદીની પટવા નામની સ્થાનિક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, હું તો નર્સિંગની વિદ્યાર્થીની છું હું મારા ફઈની દુકાને આવી છું. હું મોદીજીની સપોર્ટર છું તો મને તો ખુબ ગમ્યુ. મોદીજીએ ઉજ્જૈન માટે આટલું વિચાર્યું. ઉજૈનને ધાર્મિકરૂપે વિકસાવવાનું વિચાર્યું.

શાસ્ત્રોમાં લખાયું છે કે, ગંગા સ્નાનમ: યમુના પાનમ: અને મા નર્મદા નમસ્કારમ: એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું જળ કંઠે ઉતારવાથી અને મા નર્મદાના દર્શન માત્રથી જ જીવન ધન્ય થઈ જાય છે. તમને ખબર છે? જે પવિત્ર ધારા પર અમારી આ આગળ વધી રહી છે તે ના માત્રે બે દિશામાં વહી રહી છે પણ સાથે-સાથે ઓમ આકાર પણ લઈ રહી છે. અહીં એક બાજુ નર્મદા નદી ઉત્તરમાં વહે છે તો બીજી તરફ દક્ષિણ તરફ વહે છે અને તેનો પ્રવાહ ઓમ આકારમાં વહી રહી છે. તેથી જ તેને ઓમકારેશ્વર કહેવાય છે.

આપણી સંસ્કૃતિ આપણા વારસાની મહિમા અપાર છે. કહેવાય છે કે શિવનો વાસ તો કણ કણમાં છે. જોકે વિદ્યાચલ પર્વતનું ઉદાહરણ તો ઉત્તમ નહીં બલકો સર્વોત્તમ પ્રમાણ છે તમને ખબર છે કે ઉજ્જૈનમાં નિવાસ કર્યા બાદ દેવોના દેવ મહાદેવ રાત્રે ક્યાં નિવાસ કરે છે? જો તેનો જવાબ ના છે તો ચાલો વિદ્યાચલ પર્વતથી જ શરૂઆત કરીએ.ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો ઈતિહાસ જોડાયેલો છે ગીરીરાજ વિંદ્યાચલ સાથે. અહીં મા નર્મદા અને કાવેરીનું મિલન થાય છે.

વિંદ્યાચલ પર્વત ઓમકારેશ્વર મંદિરના જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે. એકવાર નારદ મુનિ વિંદ્યાચલ પર્વત પાસે આવી મેરુ પર્વત વિશે વાત કરતા વિંદ્યાચલ પર્વતને ખોટું લાગી ગયું અને તેમણે શિવજીની તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યાં. તેમજ રાજા માંધાતા એ આ પર્વત પર શિવજીની તપસ્યા કરી હતી અને તેથી આ પર્વતને માંધાતા શિખર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પર્વત પર શિવનો વાસ છે અને શિવજી અહીં શયન કરવા આવે છે. આ પર્વત ઓમ આકારનો છે.

અમારી ટીમ જળ માર્ગે થઈને ઓમકારેશ્વર મહાદેવના દર્શને પહોંચી હતી.

અહીં ઓમકારેશ્વર ડેમ સુંદર દેખાય છે સાથે જ આજુ બાજુના ગામો માટે સિંચાઈનો મોટો સ્ત્રોત છે. એક બાજુ મા નર્મદા છે. ઓમકારેશ્વર ડેમ છે અને સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ પણ છે. વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ અહીં વિકસિત થઈ રહ્યો છે. આ પ્લાન્ટ બનવાની સાથે જ અહીંના લોકોને વિજળી મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટનો પાયો નાખ્યો છે. આ પ્લાન્ટથી અહીંના લોકોનું જીવન સરળ બનશે.

અહીંના નાવિક સતીષભાઈ કેવટે જણાવ્યું કે, અહીંથી બે કિલોમીટર આગળ નર્મદા કાવેરી નદીનું સંગમ સ્થાન છે. ઓમકારેશ્વર અને મમલેશ્વર બંનેના દર્શન થાય પછી એક જ્યોતિર્લિંગ થાય છે. ઓમકારેશ્વર સ્વયંશંભુ છે અને મમલેશ્વર જે પ્રાચીન મંદિર જે પાંડવોએ સ્થાપિત કર્યું. આ બંનેના દર્શનથી એક જ્યોતિર્લિંગ થાય છે. અહીં લાખો શ્રદ્ધાળુંઓ આવે છે. ઓમકારેશ્વર જવાનો એક બ્રીજથી જવાનો માર્ગ છે અને એક બોટ પરથી જવાનો માર્ગ છે. મમલેશ્વર મંદિર નદી કિનારે છે. મોદીજી ઓમકારેશ્વરમાં સારો વિકાસ કરાવે છે. મોદીજી પહાડ પર શંકરાચાર્યની મૂર્તિ બનાવી રહ્યાં છે તેનું ઉદ્ધાટન મોદીજી 2028માં કરશે. મોદીજી કરી શકે છે. મોદીજી છે તો મુમકીન છે.

એવું નથી કે માત્ર મા નર્મદા પણ દૂર દૂરથી આવતા ભક્તો મહાકાલેશ્વરની જેમ ઓમકારેશ્વરની યાત્રા પણ કરે છે અને શિવલિંગના દિવ્ય દર્શન કરી ધન્યતા મેળવે છે. જે રીતે મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી થાય છે તે રીતે જ રીતે ઓમકારેશ્વરમાં શયનની આરતી થાય છે, છે ને રોચક ગાથાઓ તો આવો આગળ જાણીએ અન્ય કેટલીક રસપ્રદ વાતો આ મંદિરમાં નિત્યક્રમે પૂજા કરતા પુજારીઓ પાસે થી જ.

ઓમકારેશ્વર મંદિરના પુજારી પ્રણય શર્માજીએ જણાવ્યું કે, બાબાની નિત્ય સવારી શ્રાવણના દર સોમવારે નિકળે છે અને ઘણાં હર્ષોલ્લાસ સાથે સવારીનું હોડીમાં ભ્રમણ થાય છે અને તે પછી માર્કેટમાં ફરીને ઓમકારેશ્વર બાબાની સવારી પરત નિજ મંદિરે આવે છે. ઓમ અક્ષરના મધ્યે, આ ત્રણેય એકા જેમ ઓમકારા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નિરાકારરૂપ ઓમકારેશ્વરમાં ત્રણેય સ્વરૂપોમાં બિરાજમાન છે.

ઓમકારેશ્વર મંદિરના પુજારી મહારાજ શાસ્ત્રીએ જણાવ્યું કે, આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભારતના દ્વાદર્શ જ્યોતિર્લિંગમાં ચોથા સ્થાને છે. ભગવાન ઓમકારેશ્વર સ્વયંભૂ અહીં બિરાજમાન છે. માંધાતા નામની એક નગરી છે ઓમકારેશ્વર જેની ચારેય તરફ શિવજીની મા નર્મદા સ્વયં પરિક્રમા કરે છે.

ઓમકારેશ્વર મંદિરના પુજારી અભિષેક દીક્ષિતજીએ જણાવ્યું કે, હું અહીં ત્રણેય કાળની પુજામાં રહું છું. અહીં ઓમકારેશ્વરમાં જે ઓમકાર પર્વતમાં ત્રિગુણા સ્વામી બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણેય બિરાજમાન છે. તેમના પર જે દીપ છે તેમાં બ્રહ્મા, વિષ્ણું અને મહેશની જ્યોત પ્રજ્વલિત છે. આ સ્વરૂપમાં તે દીપમાં જોવા મળે છે. જેમ મહાકાલમાં સવારે ભસ્મ આપતી થાય છે તેમ અહીં રાતમાં શયન આરતી થાય છે. બાબાના જુલા, ચોપટ, પલ્લાલ બિછાવવમાં આવે છે. રાત્રે બાબા માતા સાથે વિશ્રામ કરવા આવે છે.

આ સાથે જ દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ

અહીં આવેલા શ્રદ્ધાળું અર્જૂન સમ્રાટે જણાવ્યું કે, ખુબ સારુ લાગ્યું. હવે મહાકાલેશ્વરના દર્શન કરવા જઈશ. મોદીજી ખુબ સારો વિકાસ કરી રહ્યા છે. ઉજ્જૈન નગરી પ્રગતિ પર છે. કાશીવિશ્વનાથ મંદિર પણ ઘણું પ્રોગ્રેસમાં છે. ઘણું કામ થઈ રહ્યું છે.

શૌમિલ નામના શ્રદ્ધાળુંએ જણાવ્યું કે, વિકાસને જોઈને અત્યાર સુધી હું જ્યા ફર્યો ત્યાં હું પાંચથી છ જ્યોતિર્લિંગ દર્શન કર્યો પણ હાલ હું મહાકાલના દર્શન કરીને આવ્યો ત્યાંનો કોરિડોર બનાવ્યો તે ખુબ સારો લાગ્યો મને. કાશીમાં પણ સારો વિકાસ કર્યો તે પણ ખુબ સારો કર્યો.

રાજસ્થાનથી આવેલા શ્રદ્ધાળું દિપિકા દવેએ જણાવ્યું કે, અમને અહીં આવીને ઘણું સારું લાગ્યું. પવિત્ર મહિનામાં દર્શનનો લાભ મળ્યો ખુબ સારું લાગ્યું.

શ્રદ્ધાળું વિનાયક વોરાએ જણાવ્યું કે, વિકાસ સારો કર્યો છે. અમારા સર્કલમાં છે તે બધા ખુશ છે, તેઓ બધા મોદીજીના ગુણગાન ગાય છે. અમે લોકો ખુબ ભાગ્યશાળી છીએ કે અમને મોદી સરકાર જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં હું જોઈ રહ્યો છું કે મોદી સરકાર છે તેનાની ભારતનો વિકાસ થઈ રહ્યો છે તે ખુબ સારો થઈ રહ્યો છે અમે નસીબદાર છીએ કે, મોદી સરકારમાં અમે છીએ.

ઓમકારેશ્વર મંદિરના ટ્રસ્ટી રાવ દેવેન્દ્રસિંહે જણાવ્યું કે, ઓમકારેશ્વરનું મહત્વ ઘણું છે. દરેક લોકોએ તેના દર્શન કરવા જરૂરી છે. ભોળાનાથ ખુબ આશિર્વાદ આપે છે પોતાની જનતાને.

ઓમકારેશ્વર મંદિરના ટ્રસ્ટી જંગબહાદુર સિંહે જણાવ્યું કે, આ મંદિર સનાતન સમયથી છે આનું કોણે નિર્માણ કર્યું તે કંઈ છે નહી. અહીં સ્વયંભુ ભગવાન પ્રગટ થયાં હતા. આનો મહિમા તે છે કે બાર જ્યોતિર્લિંગમાંથી આ ચોથા નંબરનું જ્યોતિર્લિંગ છે. તમે ચારેય ધામની યાત્રા કરીને આવશો છેલ્લે તમે ઓમકારેશ્વરના દર્શન કરવા પર જ તમારી યાત્રા સફળ થશે. ઉજ્જૈનની ભસ્મ આરતી પ્રસિદ્ધ છે તેમ અહીં શયન આરતી પ્રસિદ્ધ છે. શયનના દર્શન કરવું ખુબ પુણ્યશાળી છે. કહેવાય છે કે મમલેશ્વર મહાદેવના દર્શન વગર પણ ઓમકારેશ્વરના દર્શન અધુરા ગણાય છે ત્યારે એવું કેવી રીતે બની શકે કે અમે યાત્રા પર હોઈએ અને તમને મમલેશ્વર મહાદેવના દર્શન પણ ન કરાવીએ.

આ પણ વાંચો : VADNAGAR TO VARANASI : આવો જાણીએ વિશ્વનાથની નગરી કાશીના વિકાસ વિશે..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.