Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Hathras દુર્ઘટનાને લઈને આયોજકો અને સેવાદાર સામે FIR, સત્સંગમાં 40 હજારથી વધુ લોકો હતા હાજર…

09:34 AM Jul 03, 2024 | Dhruv Parmar

ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં ભોલે બાબા (Bhole Baba) એટલે કે નારાયણ સાકાર હરિના સત્સંગમાં ભાગદોડના કારણે 120 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. ભાગદોડમાં 150 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી મોટાભાગનાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેથી મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. દરમિયાન, સમાચાર મળ્યા છે કે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે FIR નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ FIR નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

મંગળવારે, ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras) જિલ્લામાં, નારાયણ સાકાર વિશ્વ હરિ તરીકે પ્રખ્યાત ભોલે બાબાના કાર્યક્રમમાં લાખો ભક્તો એકઠા થયા હતા. સત્સંગ કાર્યક્રમમાં પ્રશાસનની પરવાનગી કરતાં વધુ ભક્તો સ્થળ પર પહોંચ્યા હતા. ભોલે બાબાના સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના જીટી રોડ પર આવેલા ફુલરાઈ ગામ પાસે બની હતી.

સત્સંગમાં 40 હજાર જેટલા લોકો ઉપસ્થિત હતા…

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સત્સંગમાં લગભગ 40 હજાર લોકો સ્થળ પર હાજર હતા. આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી અને પૂરતી વ્યવસ્થાના અભાવે આ અકસ્માત સર્જાયો હતો અને લોકોએ જીવ ગુમાવ્યા હતા.

CM યોગી આજે હાથરસમાં રહેશે…

CM યોગી આજે સવારે 10:40 વાગ્યે અમૌસી એરપોર્ટ લખનૌથી ખેરિયા સિવિલ એરપોર્ટ આગ્રા આવશે. અહીંથી 10:45 વાગ્યે હેલિપેડ ખેરિયા સિવિલ એરપોર્ટથી પોલીસ લાઈન, હાથરસ (Hathras) માટે રવાના થશે. આ પછી, CM 12:00 વાગ્યે હેલીપેડ પોલીસ લાઇન, હાથરસ (Hathras)થી ખેરિયા સિવિલ એરપોર્ટ, આગ્રા જશે. ત્યારબાદ 12:05 ખેરિયા સિવિલ એરપોર્ટથી અમૌસી એરપોર્ટ લખનૌ માટે રવાના થશે.

આ પણ વાંચો : Hathras Stampede : હાથરસમાં અકસ્માત બાદ ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત, CM યોગી કરશે મુલાકાત…

આ પણ વાંચો : Hathras Stampede : જાણો ક્યાં છુપાયો છે હાથરસ મોતના સત્સંગનો બાબા, પોલીસને મળી મોટી સફળતા…

આ પણ વાંચો : Maharashtra : બર્થ ડે પાર્ટીમાં દારુ ઓછો પડતાં ત્રણ મિત્રોએ….