Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM MODI : ” રાહુલ ગાંધી જેવું વર્તન ના કરતા….”

11:28 AM Jul 02, 2024 | Vipul Pandya

PM MODI : સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી (PM MODI) એ કહ્યું કે તમારે સારુ વર્તન કરવું જોઇએ. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો હેરાન છે કે એક ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન કેવી રીતે બન્યો. રાહુલ ગાંધીના વર્તનને ખોટું ગણાવતા તેમણે સાંસદોને તેમના જેવું વર્તન ન કરવા પરંતુ સારું વર્તન રાખવાની અપીલ કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે જવાબ આપશે

પીએમ નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. તેમના જવાબી ભાષણ દરમિયાન PM મોદી ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને આરોપોના એક પછી એક જવાબ આપશે.
આજે ગૃહમાં એનડીએ તરફથી વિપક્ષી છાવણી ને ઘેરવામાં આવશે.

આજે ગૃહમાં એનડીએ તરફથી વિપક્ષી છાવણીને ઘેરવામાં આવશે

દરમિયાન મંગળવારે સવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએની બેઠક યોજાઈ હતી. જેમાં અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક વિશે માહિતી આપતાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે પીએમ મોદીએ અમને માર્ગદર્શન આપ્યું છે અને સાંસદોને દેશને ટોચ પર રાખવા કહ્યું છે. આજે ગૃહમાં એનડીએ તરફથી વિપક્ષી છાવણીને ઘેરવામાં આવશે. તેની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

ગૃહમાં રાહુલ ગાંધીએ હિન્દુ, NEET વિવાદ અને અગ્નિવીર મુદ્દે સરકારને ઘેરી હતી

આ બેઠકમાં એનડીએના ઘટકોના તમામ નેતાઓએ હાજરી આપી હતી. ગઈકાલે ગૃહમાં રાહુલ ગાંધીએ હિન્દુ, NEET વિવાદ અને અગ્નિવીર મુદ્દે સરકારને ઘેરી હતી. આ અંગે ભારે હોબાળો થયો હતો. ગઈકાલે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આપેલા ભાષણના ઘણા ભાગો હટાવી દેવામાં આવ્યા છે. કાઢી નાખવામાં આવેલા ભાગોમાં હિંદુઓ અને પીએમ નરેન્દ્ર મોદી-ભાજપ-આરએસએસ સહિત અન્ય લોકો પરની તેમની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ ગઈ કાલે સંસદમાં હિંદુ ધર્મ પર કંઈક એવું કહ્યું જેનાથી ભારે હોબાળો થયો. જ્યાં પીએમ મોદીએ ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીને ગૃહમાં માફી માંગવા કહ્યું હતું. જ્યારે રાજનાથ સિંહ અને બીજેપીના અન્ય નેતાઓએ પણ રાહુલને તેમના નિવેદન પર ઘેર્યા હતા.

આ પણ વાંચો— રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી