Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jharkhand : ભારે વરસાદના કારણે નિર્માણધીન બ્રિજ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં…

04:54 PM Jun 30, 2024 | Dhruv Parmar

બિહારમાં અનેક બ્રિજ ધરાશાયી થવાના સમાચારો વચ્ચે હવે ઝારખંડ (Jharkhand)ના ગિરિડીહ જિલ્લામાં પણ બ્રિજ તૂટી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે નિર્માણાધીન બ્રિજનો એક ગર્ડર તૂટી પડ્યો છે, જેના કારણે એક પિલર પણ ઝૂકી ગયો હે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઇ હોવાની માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, આ પૂલ ગિરિડીહ જિલ્લામાં અર્ગા નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ રવિવારે આ ઘટનાની જાણકારી આપી હતી.

ફતેહપુર-ભેલવાઘાટી રોડ પર બ્રિજ બની રહ્યો હતો…

આ ઘટના વિશે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, આ મામલામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી. આ ઘટના ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચીથી 235 કિમી દૂર દેવરી વિસ્તારમાં બની હતી. આ બ્રિજ અર્ગા નદી પરના દુબરીટોલા અમે કરિહારી ગામોને જોડવા મારે ફતેહપુર-ભેલવાઘાટી રોડ પર બનાવવામાં આવી રહ્યો છે. ગિરિડીહના માર્ગ નિર્માણ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિનય કુમારે જણાવ્યું હતું કે, “બ્રિજનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે બ્રિજનો ‘સિંગલ સ્પાન’ગર્ડર ધરાશાયી થયો હતો અને એક થાંભલો ઝુકી ગયો હતો. કોન્ટ્રકટરને તે ભાગનું પુનઃનિર્માણ કરવામાં જણાવાયું છે.

એક સપ્તાહ પહેલા ગર્ડર તૈયાર કરાયો હતો…

જો કે, તેમણે બ્રિજના નિર્માણનો ખર્ચ જાહેર કર્યો નહતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ ઝારખંડ (Jharkhand)ના ગિરિડીહ અને બિહારના જમુઈ જિલ્લાના દૂરના ગામડાઓને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો. જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, ગર્ડર લગભગ એક અઠવાડિયા પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને મજબૂતી મેળવવામાં ઓછામાં ઓછા 28 દિવસનો સમય લાગે છે. સમય પૂરો થાય તે પહેલા ભારે વરસાદને કારણે ગર્ડર તૂટી પડ્યું, જેના કારણે આ અકસ્માત થયો.

આ પણ વાંચો : UTTAR PRADESH માં 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, યોગીનો મોટો નિર્ણય

આ પણ વાંચો : 20 કરોડ ભારતીય નારી બની ચૂકી છે બાળલગ્નનો શિકાર, UN નો ચોંકાવનારો દાવો

આ પણ વાંચો : Upendra Dwivedi New Army Chief: ભારતીય સૈન્ય ઈતિહાસમાં પહેલીવાર! સૈનાના સર્વોચ્ચ હોદ્દા પર બે મિત્રો