Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

​​Ladakh : સૈન્ય અભ્યાસ દરમિયાન નદીનું પાણીનું સ્તર વધતાં 5 જવાન શહીદ

11:12 AM Jun 29, 2024 | Vipul Pandya

Ladakh : લદ્દાખ (​​Ladakh ) ના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક સાથેના સૈન્ય અભ્યાસ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનામાં એક જેસીઓ સહિત 5 જવાન શહીદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે

લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન દુર્ઘટના

મળેલી માહિતી મુજબ શનિવારે વહેલી સવારે લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. દૌલત બેગ ઓલ્ડીમાં ટેંકો સાથેના સૈન્ય અભ્યાસ દરમિયાન નદી પાર કરતી વખતે જળસ્તર વધી ગયું હતું જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.

નદીમાં અચાનક પૂર આવ્યું

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે લદ્દાખમાં નદી પાર કરવામાં આવી રહી હતી. દરમિયાન, નદીમાં અચાનક પૂર આવ્યું અને ઘણા સૈનિકો શહીદ પામ્યા હતા. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો— કોણ છે Major Radhika Sen ? જેમણે જીત્યો સૌથી મોટો પુરસ્કાર

આ પણ વાંચો— Monsoon Update : દેશમાં મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનું આગમન, અહીં અપાયું Red Alert

આ પણ વાંચો– Vikram Misri : ડેપ્યુટી NSA વિક્રમ મિસરી બન્યા નવા વિદેશ સચિવ, કેન્દ્ર સરકારે જાહેર કર્યો નિર્દેશ…