Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘ઘરેલું બાબતોમાં વિદેશીઓ…’, ધાર્મિક સ્વતંત્રતા પર જ્ઞાન આપવા બદલ India એ ફરી અમેરિકાને લગાવી ફટકાર…

10:28 PM Jun 28, 2024 | Dhruv Parmar

ભારત (India)માં ધાર્મિક સ્વતંત્રતા પર સવાલો ઉઠાવતા અને લઘુમતીઓની હાલત ખરાબ ગણાવતા અમેરિકન રિપોર્ટને ભારત સરકારે સદંતર ફગાવી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક દિવસ પહેલા જાહેર કરાયેલા આ રિપોર્ટને અત્યંત પક્ષપાતી અને વોટ બેંકની રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે.

ચોક્કસ ઇવેન્ટ્સની ઇરાદાપૂર્વકની પસંદગી…

ભારતે (India) એમ પણ કહ્યું છે કે US રિપોર્ટમાં જાણીજોઈને અમુક ઘટનાઓને પસંદ કરવામાં આવી છે, જ્યારે ભારતીય કાયદા હેઠળ આવી ઘટનાઓ સામે લેવામાં આવેલા પગલાંની અવગણના કરવામાં આવી છે. અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા પર આ વાર્ષિક રિપોર્ટ જાહેર કરે છે જેમાં તે વિશ્વના મોટાભાગના દેશોમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતું રહે છે. તાજેતરના વર્ષોમાં, તેમણે ઘણી વખત ભારત (India)ની સ્થિતિને ચિંતાજનક ગણાવી છે, જેને ભારત સરકાર સતત નકારી રહી છે. આ રિપોર્ટના આધારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ભારત (India) વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, જે પ્રક્રિયા દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે પોતે જ આક્ષેપાત્મક છે, તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે, તથ્યોને મનસ્વી રીતે પસંદ કરે છે, પક્ષપાતી સ્ત્રોતો પર વિશ્વાસ કરે છે અને વસ્તુઓને એક જ દૃષ્ટિકોણથી જુએ છે. તે ભારતીય બંધારણની જોગવાઈઓ અને સારી રીતે વિચારેલા ભારતીય કાયદાઓને પણ ખોટી રીતે રજૂ કરે છે.

ભારતના કાયદાઓમાં સવાલ કરવામાં આવ્યા…

રિપોર્ટમાં ભારતીય ન્યાયતંત્રના એકંદર નિર્ણયોની અખંડિતતાને પણ પડકારવામાં આવ્યો છે. રિપોર્ટમાં નાણાકીય અનિયમિતતાઓને રોકવા માટે રચાયેલા ભારત (India)ના કાયદાઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આનાથી એવો પ્રશ્ન થાય છે કે શું આવા કાયદાની જરૂર છે જ્યારે અમેરિકામાં પણ આવા જ કડક કાયદા છે. અમેરિકાએ આ સૂચનોને પોતાના પર લાગુ કરવા જોઈએ.

આ પણ વાંચો : MP પોલીસે તપાસના નામ પર રિક્ષા ડ્રાઈવરને માર્યો ઢોર માર, ગ્લાસમાં પેશાબ ભરીને પણ પીવડાવ્યું…

આ પણ વાંચો : NEET Paper Leak : CBI એ હજારીબાગ સ્કૂલના પ્રિન્સીપાલ અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી…

આ પણ વાંચો : UP : યોગી સરકારની OBC નિમણૂકો પર Anupriya Patel એ ઉઠાવ્યા સવાલ, CM ને લખ્યો પત્ર…