Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંતિમ ઘડીએ NDA-વિપક્ષ વચ્ચે સહમતિ તૂટી, હવે વિપક્ષ લોકસભા સ્પીકર માટે ઉમેદવાર ઉતારશે

12:36 PM Jun 25, 2024 | Hardik Shah

18મી લોકસભા (18th Lok Sabha) ના નવા સ્પીકર (New Speaker) તરીકે NDAના ઉમેદવાર બિનહરીફ ચૂંટાય તેવી કોઈ શક્યતા નથી. હવે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ એ પણ આ પ્રતિષ્ઠિત પદ માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. વિરોધ પક્ષ તરફથી કે સુરેશે (K Suresh) ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, વિપક્ષ લોકસભા સ્પીકરની ચૂંટણી લડશે, અને સરકાર વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં અનિચ્છાનો આરોપ લગાવી રહી છે.

NDA-વિપક્ષ વચ્ચે સહમતિ તૂટી

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, વિપક્ષ લોકસભા સ્પીકરની ચૂંટણી લડશે, અને સરકાર વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં અનિચ્છાનો આરોપ લગાવી રહી છે. જણાવી દઈએ કે ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે શાસક પક્ષ અને વિપક્ષ આ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે ઓમ બિરલા NDA તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે સુરેશને INDIA ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે.

  • છેલ્લી ઘડીએ NDA-વિપક્ષ વચ્ચે સહમતિ તૂટી
  • વિપક્ષ અધ્યક્ષ પદ માટે ઉતારશે ઉમેદવાર
  • કે સુરેશ વિપક્ષના લોકસભા અધ્યક્ષના ઉમેદવાર
  • NDAમાંથી ઓમ બિરલા અધ્યક્ષના ઉમેદવાર
  • ઉપાધ્યક્ષ પદની માગને લઈ સર્જાઈ ખેંચતાણ

ઓમ બિરલા સ્પીકરની ખુરશી પર જોવા મળશે?

18મી લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનો ચહેરો લગભગ સ્પષ્ટ છે. ફરી એકવાર ઓમ બિરલા સ્પીકરની ખુરશી પર જોવા મળી શકે છે. તેઓ સતત ત્રીજી વખત રાજસ્થાનના કોટાથી સાંસદ છે. તેમને 2019માં પ્રથમ વખત સ્પીકર બનાવવામાં આવ્યા હતા.. અને હવે તેઓ બીજી વખત આ પદ સંભાળે તેવી સંભાવના છે. જો કે સુરેશની વાત કરીએ તો તે કેરળના માવેલિકારાથી સાંસદ છે. તેઓ 8મી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને લોકસભાના સભ્ય તરીકે સૌથી વધુ અનુભવ ધરાવે છે.

રાજનાથ સિંહના ફોનની રાહ જોતી રહી વિપક્ષ

આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અખબારમાં લખવામાં આવ્યું છે કે PM મોદીએ કહ્યું છે કે વિપક્ષોએ સરકારને રચનાત્મક રીતે સહયોગ કરવો જોઈએ. રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને સ્પીકરને સમર્થન આપવા કહ્યું. સમગ્ર વિપક્ષે કહ્યું કે, અમે સ્પીકરનું સમર્થન કરીશું પરંતુ પરંપરા એવી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે. રાજનાથ સિંહે કહ્યું કે, તેઓ મલ્લિકાર્જુન ખડગેને યાદ કરશે પરંતુ તેમણે હજુ સુધી એવું કર્યું નથી. PM મોદી વિપક્ષ પાસેથી સહયોગ માંગી રહ્યા છે પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે જ્યારે રાજનાથ સિંહે ખડગેને સ્પીકર પદ પર સર્વસંમતિ માટે બોલાવ્યા ત્યારે તેમણે સ્પીકર પદ માટે સંમતિ આપવાની વાત કરી પરંતુ એક શરત પણ મૂકી. તેમણે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. જોકે રાજનાથ સિંહનું કહેવું છે કે, ગઇ કાલથી અત્યાર સુધી મારી ખડગેજી સાથે ત્રણ વખત વાતચીત થઇ છે.

રાહુલ ગાંધી અને અખિલેશની માંગ

રાહુલ ગાંધી ઉપરાંત અખિલેશ યાદવે પણ માંગ કરી છે કે ડેપ્યુટી સ્પીકર વિપક્ષમાંથી હોવો જોઈએ. તેમણે કહ્યું કે, જો આવું થાય તો કોઈ વિવાદની જરૂર નથી. જણાવી દઈએ કે ઓમ બિરલાએ PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા. હવે ઓમ બિરલા થોડા સમયમાં નોમિનેશન ફાઈલ કરવા જશે. લોકસભા સ્પીકરની ચૂંટણીની તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ સર્વસંમતિને કારણે, સ્પીકરની ચૂંટણી તેમની ઉમેદવારી નોંધાવતાની સાથે જ કરવામાં આવશે.

આ પણ વાંચો – Speaker પદ માટે આ નેતાના નામ પર લાગી મહોર….

આ પણ વાંચો – ભારતમાં કેટલી વખત લગાવવામાં આવી Emergency? જાણો કયા સંજોગોમાં લાદી શકાય