+

આતિશી માર્લેનાની તબિયત લથડી, કરાયા Hospitalised

આમ આદમી પાર્ટીના નેતા (Aam Aadmi Party leader) અને દિલ્હીના જળ મંત્રી આતિશી માર્લેના (Delhi Water Minister Atishi Marlena) ની હાલત નાજુક બની હોવાના અહેવાલ મળી રહ્યા છે. તબિયત ખરાબ…

આમ આદમી પાર્ટીના નેતા (Aam Aadmi Party leader) અને દિલ્હીના જળ મંત્રી આતિશી માર્લેના (Delhi Water Minister Atishi Marlena) ની હાલત નાજુક બની હોવાના અહેવાલ મળી રહ્યા છે. તબિયત ખરાબ થવાના કારણે તેમનો ઉપવાસ ખતમ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આતિશીને દિલ્હીની લોક નાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં પાણીની તંગીના કારણે તેઓ છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ કરી રહી હતી. અનિશ્ચિત ઉપવાસના કારણે આતિશીએ પાંચ દિવસથી કઇ ખાધું નથી. આ જ કારણે છે કે તેમનું બ્લડ શુગર લેવલ 36 પર આવી ગયું હતું.

AAP મંત્રી આતિશી ICUમાં દાખલ

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી જળ સંકટ છે જેના કારણે તેઓ 5 દિવસથી ઉપવાસ પર હતા. તેના કારણે તેઓની તબિયત લથડી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આતિશીનું શુગર લેવલ અડધી રાતથી ઘટવા લાગ્યું હતું. સવારે 3 વાગે આતિશીની શુગર 36 પર પહોંચી ગઈ હતી. ડૉક્ટરોએ આતિશીને તાત્કાલિક દાખલ થવાની સલાહ આપી હતી. આતિશીને એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની લોક નાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આતિશીની હાલત અત્યંત નાજુક છે અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

AAP નેતા સંજય સિંહે શું કહ્યું?

સમગ્ર મામલે માહિતી આપતા AAP નેતા સંજય સિંહે કહ્યું કે, આતિશીની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે સ્પષ્ટ કહ્યું છે કે, જો તેમને હોસ્પિટલમાં દાખલ નહીં કરવામાં આવે તો તેમના જીવને જોખમ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ નેતાઓએ ચર્ચા કરી તેમનો ઉપવાસ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જળ સંકટને લઈને પત્ર લખશે અને આ સમસ્યાને જલ્દી ઉકેલવા અને દિલ્હીને યોગ્ય પાણી આપવા અપીલ કરશે. તેમણે કહ્યું, આ દરમિયાન, અમારા એક પ્રતિનિધિમંડળે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને પણ મળ્યા હતા અને તેમને હરિયાણાના મુખ્યમંત્રી સાથે વાત કરવા અને શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરવા કહ્યું હતું. આ પછી તેમણે તે જ દિવસે સાંજે 4 વાગ્યે હરિયાણાના CM સાથે વાત કરી અને ખાતરી આપી કે દિલ્હીને પાણી મળશે. આ તમામ સંજોગોને જોતા ઉપવાસ તો પૂરા કરવામાં આવી રહ્યા છે પરંતુ તમામ વિપક્ષોને એકત્ર કરવામાં આવશે અને સંસદમાં પાણીનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

હરિયાણા સરકાર પર આરોપ 

જણાવી દઈએ કે આતિશીનો આરોપ છે કે હરિયાણા સરકારે દિલ્હીનું પાણી બંધ કરી દીધું છે. આતિશીના જણાવ્યા અનુસાર, હરિયાણા સરકારે દરરોજ 613 MGD (મિલિયન ગેલન પ્રતિ દિવસ) પાણી પૂરું પાડવું પડે છે. પરંતુ છેલ્લા ત્રણ અઠવાડિયાથી હરિયાણા સરકાર 100 MGD ઓછું પાણી મોકલી રહી છે. જેના કારણે 28 લાખ દિલ્હીવાસીઓનું જીવન પ્રભાવિત થયું છે.

PM મોદીને પત્ર

ઉપવાસ પર જતા પહેલા આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હરિયાણા સરકારને પાણી છોડવાની અપીલ કરી હતી. આતિશીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, જો PM મોદીએ દિલ્હી જળ સંકટમાં સીધો હસ્તક્ષેપ નહીં કર્યો તો તે 21 જૂનથી અનિશ્ચિત સમયના ઉપવાસ પર ઉતરશે. જો કે, હરિયાણા સરકારનું કહેવું છે કે તે માંગ કરતા વધુ પાણી દિલ્હી મોકલી રહી છે.

આ પણ વાંચો – Delhi Water Crisis : દિલ્હીની જનતા પાણી વિહોણી, હવે શરૂ થઈ ટેન્કરોની અછત

આ પણ વાંચો – Rahul Gandhi Letter: રાહુલ ગાંધી વાયનાડના નાગરિકોને લખ્યો ભાવુક પત્ર, તમે મારું ઘર-પરિવાર….

Whatsapp share
facebook twitter