Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Arunachal Pradesh Disaster: અવિરત વરસાદ વચ્ચે ભૂસ્ખલનની સ્થિતિ, કુદરતી કહેરનો શિકાર અરુણાચલ પ્રદેશ

07:56 PM Jun 23, 2024 | Aviraj Bagda

Arunachal Pradesh Disaster: દેશમાં ચોમાસું શરુ થઈ ગયું છે. દેશના મોટાભાગના ક્ષેત્રોમાં Rainfall પોતાનું વિવિધ સ્વરૂપ બતાવી રહ્યો છે. તેના કારણે બંગાળની ખાડી નજીક આવેલા અનેક રાજ્યોમાં Rainfall અવિરત વરસી રહ્યો છે. તો કેરલા જેવા રાજ્યોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ઉત્તરાખંડ, Arunachal Pradesh , દેહરાદૂન અને સિક્કીમ જેવા ક્ષેત્રોમાં ભયાવહ સ્થિતિ જોવા મળી છે.

  • અનેક વિસ્તારોમાં Landslide જેવી સ્થિતિ પણ જોવા મળી

  • હજુ સુધી જાનહાનિની માહિતી સામે આવી નથી

  • જિલ્લા પ્રશાસને 7 સ્થળોએ રાહત શિબિરો બનાવ્યા

ત્યારે આજરોજ વહેલી સવારે Arunachal Pradesh માં Rainfall અવિરત વરસી રહ્યો છે. જોકે આ સ્થિતિ વાદળ ફાટવાને કારણે થઈ હોય તેવું સામે આવ્યો છે. તો Arunachal Pradesh ની દરેક નદીઓમાં પાણી બેકાબૂ થઈ રહ્યું છે. તો નદીની નજીક આવેલા વિસ્તારોમાં પાણીમાં ફરી વળ્યા છે. તો અનેક વિસ્તારોમાં Landslide જેવી સ્થિતિ પણ જોવા મળી છે. જોકે Arunachal Pradesh માં હવામાન વિભાગે આવી કોઈ પણ પ્રકારની સ્થિતિ વિશે લોકોને માહિતી આપી ન હતી.

હજુ સુધી જાનહાનિની માહિતી સામે આવી નથી

તે ઉપરાંત Arunachal Pradesh ના મોટાભાગના વિસ્તારોમાં બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તો અરુણાચલના Itanagar માં સ્થિતિ બેકાબૂ જોવા મળી રહી છે. કારણ કે… Arunachal Pradesh ના Itanagar માં તમામ ક્ષેત્રોમાં Landslide જોવા મળ્યા છે. તો રાષ્ટ્રીય માર્ગ 415 પર વાહનવ્યવહાર પર Arunachal Pradesh સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. જોકે આ ઘટનાને લઈ હજુ સુધી જાનહાનિની માહિતી સામે આવી નથી.

જિલ્લા પ્રશાસને 7 સ્થળોએ રાહત શિબિરો બનાવ્યા

તો Arunachal Pradesh ના લાઈલાઈન ગણાતા રસ્તાઓ પર વાહનો પણ ફસાયા છે. સરકારે નાગરિકો માટે અધિસૂચના જાહેર કરતા અપીલ કરી છે કે, કોઈ પણ વ્યક્તિ પહાડી કે નદીવાળા વિસ્તારની નજીક ના પરિવહન કરે. ભારે Rainfallને કારણે લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. તો જિલ્લા પ્રશાસને 7 સ્થળોએ રાહત શિબિરો બનાવ્યા છે.

આ પણ વાંચો: Arunachal Pradesh : ઈટાનગરમાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ, ઘણા વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો…