Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ PM મોદી પ્રથમ વખત પહોંચશે વારાણસી, ખેડૂતોને આપશે આ ખાસ ભેટ

09:17 AM Jun 18, 2024 | Harsh Bhatt

PM MODI IN VARANASI : વર્ષ 2014 અને વર્ષ 2019 બાદ 2024 માં સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ આજે PM મોદી વારાણસી પહોંચશે. ત્રીજી વખત પ્રધાનમંત્રી બાદ PM મોદી પ્રથમ વખત પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે અને અહીં પીએમ મોદી કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનના માધ્યમ દ્વારા PM મોદી 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના 17મા હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરશે. આ પછી તેઓ સ્વ-સહાય જૂથોની 30,000 થી વધુ મહિલાઓને કૃષિ સખી પ્રમાણપત્ર પણ આપશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ સરકારના અન્ય ઘણા મંત્રીઓ પણ હાજર રહેશે.

PM મોદી ખેડૂતોને આપશે આ ખાસ ભેટ

PM મોદી વારાણસીની મુલાકાત દરમિયાન ખેડૂત મિત્રોને ખાસ સોગાત આપવાના છે. PM નરેન્દ્ર મોદી વારાણસીથી (VARANASI) PM-KISAN હેઠળ આશરે રૂ. 20,000 કરોડનો 17મો હપ્તો જાહેર કરશે. PM મોદી ખેડૂતોને PM કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે અને 30,000 થી વધુ સ્વ-સહાય જૂથોને કૃષિ સખીઓના રૂપમાં પ્રમાણપત્ર આપશે. PM મોદી 4:15 વાગ્યે આ સંમેલનમાં ભાગ લેવા પહોંચશે.

શું રહેશે આજે PM મોદીનો કાર્યક્રમ

  • PM – 4.15 pm – કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે
  • સાંજે 6.15 કલાકે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે
  • સાંજે 7 વાગે દશક્ષમેધ ઘાટ ખાતે ગંગા આરતીમાં હાજરી આપશે
  • પાંચમી વખત પીએમ મોદી દશાશ્વમેધ ઘાટની ગંગા આરતીમાં ભાગ લેશે
  • પીએમ મોદી અહીં 55 મિનિટ રોકાશે

આ પણ વાંચો : Ghaziabad : હવે જાહેરમાં નહીં વગાડી શકાય DJ, જાણો કેમ લગાડવામાં આવ્યો પ્રતિબંધ