Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Congress : રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભા પેટાચૂંટણી લડશે…

07:53 PM Jun 17, 2024 | Dhruv Parmar

લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ બે બેઠકો રાયબરેલી અને વાયનાડ પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે સોમવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની બેઠક બોલાઈ હતી. તે બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડની બેઠક છોડશે અને રાયબરેલી બેઠક પોતાની પાસે રાખશે. પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ હાજર રહ્યા હતા.

જાણો શું કહે છે નિયમો?

કલમ 240 (1) હેઠળ, જો કોઈ સાંસદ લોકસભાની કોઈપણ બેઠક પરથી રાજીનામું આપવા માંગે છે, તો તેણે ગૃહના અધ્યક્ષને હાથથી લખેલા પત્ર દ્વારા જાણ કરવી પડશે. જો કે રાજીનામાનું કારણ જણાવવું જરૂરી નથી. નિયમો અનુસાર, જો કોઈ સાંસદ પોતાનું રાજીનામું રજૂ કરતી વખતે કહે કે આ રાજીનામું સ્વૈચ્છિક અને સાચું છે અને સ્પીકરને તેમનું નિવેદન સાચું લાગે છે, તો તે તરત જ રાજીનામું સ્વીકારી શકે છે.

સ્પીકર રાજીનામા સંબંધિત પૂછપરછ પણ કરી શકે છે…

જો સ્પીકર સાંસદનું રાજીનામું પોસ્ટ દ્વારા અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા મેળવે છે, તો તે પણ પૂછપરછ કરી શકે છે. જ્યાં સુધી તેઓ સંતુષ્ટ ન હોય કે રાજીનામું સ્વૈચ્છિક અને વાસ્તવિક છે. જો સ્પીકરને લાગે છે કે રાજીનામું સ્વૈચ્છિક અથવા યોગ્ય નથી તો તેઓ રાજીનામું સ્વીકારશે નહીં. બંધારણ હેઠળ, કોઈ પણ વ્યક્તિ એક સાથે સંસદના બંને ગૃહો અથવા રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોઈ શકે અથવા એક ગૃહમાં એક કરતાં વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં.

14 દિવસમાં રાજીનામું આપવું પડશે…

બંધારણની કલમ 101(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 68(1) હેઠળ, જો કોઈ સાંસદ બે બેઠકો જીતે છે, તો તેણે 14 ની અંદર એક બેઠક છોડી દેવી પડશે. જો તેઓ નિર્ધારિત સમયમાં આમ નહીં કરે તો તેમની બંને બેઠકો ખાલી થઈ જશે. રાહુલ ગાંધીએ 18 જૂન સુધીમાં ચૂંટણી પંચને જાણ કરવી પડશે કે તેઓ સાંસદ તરીકે કઈ બેઠકો જાળવી રાખશે અને કઈ બેઠકો છોડશે.

આ પણ વાંચો : UP : મુસ્લિમ યુવકે CM યોગીને જાનથી મારી નાખવાની આપી ધમકી અને પછી…

આ પણ વાંચો : સ્પીકર પદ પર NDA માં મતભેદ!, BJP દાવો કરે છે પરંતુ TDP એ આ શરત મૂકી…

આ પણ વાંચો : Accident : ઉદયપુરમાં ટ્રેલરે રાહદારીઓને કચડ્યા, 5 લોકોના મોત…