Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા, એક આતંકીને કર્યો ઠાર

08:47 AM Jun 17, 2024 | Hardik Shah

Encounter in Jammu Kashmir : જમ્મુ કાશ્મીરમાં દિવસેને દિવસે આતંકીઓ તેમની નાપાક હરકતો બતાવી રહ્યા છે. જેની સામે ભારતીય સુરક્ષાદળ જબરદસ્ત વળતો પ્રહાર કરી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. અહીં બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષાદળોને અરગામમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોવાની જાણી થઇ હતી તે પછી જ્યારે તેમણે ત્યા સર્ચ ઓપરેશન કર્યું તે દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી હતી. આ અથડામણમાં એક આતંકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જોકે જંગલમાં હજું વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આ સંદિગ્ધ ગતિવિધિ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે.

આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો

જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ સતત વધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 13 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની એક પેટ્રોલિંગ ટીમને અરગામ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી અને ત્યારબાદ ગોળીબાર કર્યો. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આતંકવાદીઓ વચ્ચે અથડામણ જંગલ વિસ્તારમાં થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. જ્યારે અન્યોને લઇને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ડોડા જિલ્લામાં પણ અનેક હુમલા કર્યા હતા. આ આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ છે.

  • જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને સફળતા
  • બાંદીપોરામાં એક આતંકીને ઠાર કર્યો
  • અરગામમાં છૂપાયા હતા 2-3 આતંકી
  • છૂપાયેલા આતંકીઓએ કર્યુ હતું ફાયરિંગ
  • જંગલમાં હજુ આતંકી છૂપાયાની આશંકા
  • સંદિગ્ધ ગતિવિધિ બાદ સર્ચ ઓપરેશન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચત્તરીય બેઠક બોલાવી

જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. કેટલાક કલાકો સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી બેઠક બાદ સુરક્ષા દળો ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવવા જઈ રહ્યા છે. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે સમાપ્ત થશે.

કઠુઆ હુમલામાં બે આતંકવાદીઓ માર્યા ગયા

જણાવી દઇએ કે, મંગળવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. કઠુઆ જિલ્લાના એક ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોના ઓપરેશનમાં CRPFનો એક જવાન પણ શહીદ થયો હતો.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી

આ પણ વાંચો – JAMMU & KASMIR : આતંકીઓની હવે ખેર નહીં! NSA અજીત ડોભાલ, IB અને RAW ચીફ સાથે અમિત શાહની ખાસ બેઠક