Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Andhra Pradesh માં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકો જીવતા ભૂંજાયા…

01:14 PM May 15, 2024 | Dhruv Parmar

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના પલનાડુ જિલ્લામાં મંગળવાર (14 મે) મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને બસ બંનેમાં આગ લાગી હતી, ત્યારબાદ બસમાં સવાર 6 લોકો દાઝી ગયા હતા જ્યારે આ અકસ્માતમાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પોલીસ ઘટનાની તપાસ ચાલુ કરી છે.

આ ભયાનક દુર્ઘટના વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું કે, ઘટનાસ્થળે હાજર લોકોએ અમને ઘટના વિશે માહિતી આપી. જે બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિનને બોલાવવામાં આવ્યા હતા. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં બસ હજુ પણ આગમાં લપેટાયેલી હતી. જે બાદ લોકોને બસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા, જેમાંથી છ લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ બાપતલા જિલ્લાના રહેવાસી તરીકે થઈ છે. મૃતકોમાં કાશીબ્રમેશ્વર રાવ (62), લક્ષ્મી (58) અને શ્રીસાઈ (9)નો સમાવેશ થાય છે, બાકીના મૃતકોની ઓળખ થઈ રહી છે.

ચૂંટણીમાં મતદાન કરીને લોકો પરત ફરી રહ્યા હતા…

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે (14 મે) રાત્રે, 40 મુસાફરો સાથે અરવિંદ ખાનગી ટ્રાવેલ્સની બસ બાપટલા જિલ્લામાંથી પરચુર અને ચિલાકાલુરીપેટ થઈને હૈદરાબાદ પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે આ બસમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ચિંગંજમ ગોનાસાપુડી અને નિલયાપલમ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો 13 એપ્રિલે મતદાન કરીને હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે આ બસ અચાનક કાંકરી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. જે બાદ બસમાં આગ લાગી હતી.

આ પણ વાંચો : Rajasthan : ઝુંઝુનુમાં પ્રશાસનને મોટી સફળતા, ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા…

આ પણ વાંચો : Mumbai : ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો, કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા…

આ પણ વાંચો : Uniform માં વીડિયો અને રીલ બનાવતા પોલીસકર્મીઓ પર થશે કડક કાર્યવાહી…