Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેન્દ્રીય મંત્રી Jyotiraditya Scindia ની માતાનું નિધન, દિલ્હીની AIIMS માં લીધા અંતિમ શ્વાસ

12:56 PM May 15, 2024 | Dhruv Parmar

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ની માતા અને ગ્વાલિયર રાજવી પરિવારની રાણી માતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. તેઓ છેલ્લા બે મહિનાથી દિલ્હીની એઈમ્સ (AIIMS)માં સારવાર લઈ રહ્યા હતા. તેમણે આજે સવારે 9.28 કલાકે દિલ્હીની એઈમ્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા હતા.

ગુરુવારે સાંજે અંતિમ સંસ્કાર થઈ શકે છે…

પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના પાર્થિવ દેહને દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ના ઘરે લાવવામાં આવ્યો છે. અંતિમ દર્શન માટે નશ્વર દેહ અહીં રાખવામાં આવશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) અને તેમનો પરિવાર ઘરે છે. અહેવાલો અનુસાર, તેમના અંતિમ સંસ્કાર 16 મેની સાંજે કરવામાં આવી શકે છે.

માધવી રાજે સિંધિયાની રસપ્રદ કહાની…

સિંધિયા રાજવી પરિવારની વહુ માધવી રાજે સિંધિયાની કહાની ખૂબ જ રસપ્રદ છે. તે નેપાળના મધ્યેશ પ્રાંતના આર્મી જનરલની પુત્રી અને નેપાળના વડા પ્રધાન અને કાસ્કી અને લામજુંગના મહારાજા જુડા શમશેર જંગ બહાદુર રાણાની પૌત્રી હતી, જેઓ ગોરખા સરદાર રામકૃષ્ણ કુંવરના વંશજ હતા. સિંધિયા રાજવી પરિવારની વહુ બનતા પહેલા તેનું નામ કિરણ રાજ લક્ષ્મી હતું. તેણીના લગ્ન 8 મે 1966ના રોજ ગ્વાલિયરના તત્કાલીન મહારાજા માધવ રાવ સિંધિયા સાથે થયા હતા. તેમના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. માધવ રાવની લગ્નયાત્રા ગ્વાલિયરથી ટ્રેન દ્વારા દિલ્હી પહોંચી હતી. 60 ના દાયકામાં જ નેપાળના રાજવી પરિવાર તરફથી ગ્વાલિયરના રાજવી પરિવારમાં તેમના લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો. નેપાળે તેની રાજકુમારીના ફોટોગ્રાફ્સ ગ્વાલિયર મોકલ્યા હતા, જેને જોઈને માધવરાવ અને ગ્વાલિયર રાજવી પરિવાર લગ્ન માટે સંમત થયા હતા. જોકે માધવરાવે કિરણ રાજ લક્ષ્મી (અગાઉનું નામ હતું)ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેમ છતાં તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી. પાછળથી, કિરણ રાજ લક્ષ્મી જ્યારે રાજવી પરિવારની વહુ બની ત્યારે પરંપરા મુજબ તેને નવું નામ માધવી રાજે સિંધિયા મળ્યું.

આ પણ વાંચો : Rajasthan : ઝુંઝુનુમાં પ્રશાસનને મોટી સફળતા, ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા…

આ પણ વાંચો : Mumbai : ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો, કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા…

આ પણ વાંચો : Uniform માં વીડિયો અને રીલ બનાવતા પોલીસકર્મીઓ પર થશે કડક કાર્યવાહી…