Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UAPA કેસમાં ન્યૂઝક્લિકના સ્થાપકને મુક્ત કરો, સુપ્રિમ કોર્ટનો આદેશ…

11:51 AM May 15, 2024 | Dhruv Parmar

સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ UAPA હેઠળ જેલમાં બંધ છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. પુરકાયસ્થે રાષ્ટ્રવિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચાઈનીઝ ફંડિંગને લઈને UAPA હેઠળ તેમની ધરપકડને પડકારતી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

કોર્ટે ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા…

આ પહેલા પ્રબીર પુરકાયસ્થની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, દિલ્હી પોલીસે પુરકાયસ્થની ધરપકડ બાદ તેમના વકીલને જાણ કર્યા વિના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની ઉતાવળ કેમ કરી? જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે પુરકાયસ્થના વકીલને રિમાન્ડ અરજી આપવામાં આવે તે પહેલાં જ રિમાન્ડનો ઓર્ડર કેવી રીતે પસાર થઈ ગયો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો…

બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ, ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ 1967 હેઠળ આ કેસમાં ધરપકડ અને રિમાન્ડને પડકારતી પુરકાયસ્થની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને ધરપકડની રીત પર સવાલો ઉઠાવ્યા હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી…

પ્રબીર પુરકાયસ્થ પર ન્યૂઝક્લિક પોર્ટલ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચીન પાસેથી ભંડોળ મેળવવાનો આરોપ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. સુનાવણી દરમિયાન પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Rajasthan : ઝુંઝુનુમાં પ્રશાસનને મોટી સફળતા, ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા…

આ પણ વાંચો : Mumbai : ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો, કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા…

આ પણ વાંચો : Uniform માં વીડિયો અને રીલ બનાવતા પોલીસકર્મીઓ પર થશે કડક કાર્યવાહી…