Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુસ્સે ભરાયા તેજ પ્રતાપ યાદવ, પોતાની જ પાર્ટીના નેતાને માર્યો ધક્કો, Video

06:47 PM May 13, 2024 | Hardik Shah

Tej Pratap Yadav angry : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) ના ચોથા તબક્કા (Fourth Phase)  માટે આજે મતદાન (Voting) પૂર્ણ થઇ ગયું છે. જોકે, આજે થયેલી ચૂંટણી દરમિયાન બિહારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી હતી. અહીં લાલુના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) પોતાના જ એક RJD નેતા પર ગુસ્સે થઈ ગયા અને તેમને બધાની સામે મંચ પરથી ધક્કો માર્યો હતો. જે પછી તેઓ નીચે પડી ગયા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

તેજ પ્રતાપ યાદવે પોતાની જ પાર્ટીના નેતા સાથે કરી મારામારી

લોકસભા ચૂંટણી દરમિયાન બિહારનું રાજકીય ક્ષેત્ર પહેલા કરતા વધુ ગરમાયું છે. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવનો ગુસ્સો પણ વધી ગયો હતો અને તેની જ પાર્ટીના લોકો સાથે ઝપાઝપી થઈ હતી. વાસ્તવમાં, આજે લાલુ યાદવની દિકરી અને RJD નેતા મીસા ભારતીએ બિહારની પાટલીપુત્ર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભરતી વખતે મીસા ભારતીની માતા રાબડી દેવી અને ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ હાજર હતા. આ દરમિયાન તેજ પ્રતાપ યાદવ અચાનક પોતાની પાર્ટીના સભ્યો પર ગુસ્સે થઈ ગયા અને તેમનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે મારામારી શરૂ કરી દીધી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તેજ પ્રતાપ યાદવ મંચ પર હાજર RJD નેતાને ધક્કો મારતા જોવા મળે છે. આટલું જ નહીં, ગુસ્સામાં ભડકેલા તેજ પ્રતાપ યાદવ પાર્ટીના નેતાઓ પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ બહેન મીસા ભારતી અને માતા રાબડી દેવી તેમને રોકે છે. આવી સ્થિતિમાં તેજ પ્રતાપ યાદવ ગુસ્સામાં સ્ટેજ છોડીને નીચે આવી ગયા હતા. સ્ટેજ છોડતી વખતે પણ મીસા ભારતી ભાઈને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેજ પ્રતાપ યાદવે તેનો હાથ ઝટકાવીને આગળ વધે છે.

તેજ પ્રતાપના વર્તનથી ચોંકી ગયા કાર્યકર્તાઓ

કાર્યક્રમની વચ્ચે તેજ પ્રતાપ યાદવનું આ વર્તન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મીસા ભારતી સ્ટેજ પરથી લોકોનું અભિવાદન કરવા હાથ હલાવી રહી છે. તેજ પ્રતાપ યાદવ અચાનક તેમની પાછળ ઉભેલા એક વ્યક્તિને જોરથી ધક્કો મારે છે. આ પછી, તે તે કાર્યકરને ગુસ્સામાં ઘણી બધી વાતો કહેતા જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ તેને ફરીથી પકડીને પાછળ ધકેલી દેવા લાગ્યા હતા.

મીસા ભારતીએ ભાજપ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

બીજી તરફ પાટલીપુત્રથી ઉમેદવારી નોંધાવ્યા બાદ મીસા ભારતીએ PM મોદી અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે પત્રકારોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકારે બિહાર માટે કંઈ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે 13મી મેના રોજ ચોથા તબક્કાના મતદાનમાં બિહારની 5 સીટો પર મતદાન થયું હતું. આ સાથે રાજ્યની 40માંથી 19 બેઠકો પર મતદાન થયું છે. મીસા ભારતીની પાટલીપુત્ર સીટની વાત કરીએ તો આ સીટ પર સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે. છેલ્લા તબક્કામાં પાટલીપુત્ર સહિત 8 મોટી બેઠકો પર મતદાન થવાનું છે.

આ પણ વાંચો – કેજરીવાલ Lucky, સોરેન Unlucky, SCએ ન આપ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો – PM એ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું, જાતે રોટલી બનાવી, જમવાનું પણ બનાવ્યું…