Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Delhi : અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટનો મોટો ઝટકો, ધરપકડમાંથી કોઈ રાહત નહીં…

05:31 PM Mar 21, 2024 | Dhruv Parmar

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલને EDની ધરપકડથી રાહત મળી શકી નથી. દિલ્હી (Delhi) હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે આ તબક્કે અમે વચગાળાની રાહત આપવા ઈચ્છુક નથી. જો કે, કોર્ટે આ નવી વચગાળાની અરજી પર ED પાસેથી જવાબ માંગ્યો હતો અને મામલો 22 એપ્રિલ સુધી મુલતવી રાખ્યો હતો.

આગામી સુનાવણી 22 મી એપ્રિલે થશે

અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ED સમન્સને પડકારતી તેમની અરજીમાં વચગાળાની રાહતની માંગ કરતી અરજી દાખલ કરી હતી. કેજરીવાલ ઈચ્છે છે કે હાઈકોર્ટ તેમને ઈડી દ્વારા ધરપકડમાંથી વચગાળાની રાહત આપે. કોર્ટે કહ્યું કે હવે આ અરજી કેજરીવાલની મુખ્ય અરજી સાથે લિસ્ટ કરવામાં આવી છે, જેની સુનાવણી 22 એપ્રિલે થશે. કોર્ટે આ નવી વચગાળાની અરજી પર ED પાસેથી જવાબ માંગ્યો છે.

કેજરીવાલની ધરપકડની આશંકા

કેજરીવાલના વકીલે કહ્યું કે આ કેસમાં ધરપકડથી રક્ષણની જરૂર છે કારણ કે ચૂંટણી નજીક છે ત્યારે તેમની (કેજરીવાલ) ધરપકડ કરવાનો એજન્સીનો ઈરાદો સ્પષ્ટ છે. EDના સમન્સને ગેરકાયદે ગણાવીને મુખ્યમંત્રીએ એજન્સી સમક્ષ હાજર થવાનો સતત ઇનકાર કર્યો છે.

શું છે સમગ્ર મામલો

આ કેસ 2021-22 માટે દિલ્હી (Delhi) સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. આ વિવાદાસ્પદ નીતિ પાછળથી રદ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ બાદ સીબીઆઈએ કથિત ભ્રષ્ટાચાર કેસમાં એફઆઈઆર નોંધી અને તેના આધારે ઈડીએ મની લોન્ડરિંગના આરોપોની તપાસ શરૂ કરી. આ કેસમાં EDએ દિલ્હી (Delhi)ના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે.

આ પણ વાંચો : Jabalpur : જ્યારે ઉમેદવારની પોટલી જોઇને આશ્ચર્યચકિત થયા અધિકારીઓ, સિક્કા લઈને પહોંચ્યા હતા નોમિનેશન ભરવા…

આ પણ વાંચો : કોંગ્રેસના શાબ્દિક પ્રહાર પર ભાજપનો વળતો જવાબ – જનતા તમને વોટ ન આપે તો શું હવે અમે તમારા માટે પ્રચાર કરીએ…

આ પણ વાંચો : Lok Sabha Election 2024: કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર કર્યા વાક્ પ્રહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ