Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશમાં આર્થિક અસમાનતા 100 વર્ષના શિખરે, ફક્ત 1 ટકા સૌથી ધનિકો પાસે 40 ટકા સંપત્તિ

11:23 AM Mar 21, 2024 | Harsh Bhatt

ભારત હાલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંનો એક બની ગયો છે. પરંતુ ચિંતાનો વિષય છે કે આવક અને સંપત્તિમાં અસમાનતામાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. WORLD INEQUALITY LAB ના એક રિપોર્ટમાં આ વાત કહી છે. WORLD INEQUALITY LAB એ પોતાના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. આ ચોંકાવનારા ખુલાસાઓમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ભારત વિકાસના પંથે આગળ વધ્યો છે પણ દેશમાં આર્થિક અસમાનતા ગંભીર રીતે વધી છે.

ભારતમાં હાલ બ્રિટિશ રાજ કરતાં પણ વધારે આર્થિક અસમાનતા

WORLD INEQUALITY LAB અનુસાર, ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે જ્યાં લોકોની આવકમાં વધારો થયો છે, પરંતુ તેમની સંપત્તિ એટલી વધી નથી. તેથી, ભારતની અસમાન વૃદ્ધિ લોકો માટે ચિંતા વધારી રહી છે.

આ રિપોર્ટમાં દેશમાં પ્રવર્તતી આર્થિક અસમાનતાને દર્શાવવામાં આવેલી છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં આર્થિક અસમાનતા છેલ્લા 100 વર્ષમાં શિખરે પહોંચી છે. ભારતમાં ફક્ત 1 ટકા ધનિક લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે અને દેશના 10 ટકા ધનિક લોકોનો દેશની આવકમાં 22.6 ટકા હિસ્સો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં હાલ બ્રિટિશ રાજ કરતાં પણ વધારે આર્થિક અસમાનતા છે. આ રિપોર્ટ અનુસાર, આ અસમાનતાનો દર એ હેદ સુધી પહોંચ્યો છે કે, અસમાનતા આવકની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે.આ યાદીમાં સાઉથ આફ્રિકા પ્રથમ ક્રમાંક ઉપર છે. 1922 થી 2023 સુધીની વિગતોના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

આર્થિક અસમાનતા વધી પણ ગરીબી ઘટી 

ભારતમાં આર્થિક અસમાનતામાં વધારો થયો છે. પરંતુ તેની સાથે સાથે ગરીબીમાં પણ ઘટાડો થયો છે, તેવું સામે આવ્યું છે.વર્ષ 2015-16માં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 25 ટકા હતી. જે વર્ષ 2019-21માં ઘટીને 15 ટકા થઈ છે. દેશમાં હજુ પણ 18.5 કરોડ લોકો ગરીબી રેખા નીચે છે. જેની આવક 180 રૂપિયાથી ઓછી છે. એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેઓ ગરીબી રેખાની ઉપર જીવી રહ્યા છે, પરંતુ તેમના ગરીબી રેખા નીચે જવાનો ભય છે.

આ પણ વાંચો : Delhi : દિલ્હીમાં બે માળની ઇમારત પડતા બે મજૂરોના મોત, એકની હાલત અત્યંત ગંભીર