Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Maharashtra Earthquake: અરુણાચલ પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા, લોકોમાં ડરનો માહોલ

09:13 AM Mar 21, 2024 | VIMAL PRAJAPATI

Maharashtra Earthquake: અરૂણાચલ પ્રદેશમાં બે ભૂકંપના આંચકા બાદ મહારાષ્ટ્રમાં પણ સવાર સવારમાં ધરતી કાંપી હતી. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 10 સેકન્ડ માટે ભૂકંપની અનુભૂતિ થઈ હતી. લગભગ 10 સેકન્ડ સુધી ધરતી ધ્રુજતી રહી અને લોકોએ પોતાના ઘરમાં તેનો અહેસાસ કર્યો. આ જોરદાર ભૂકંપથી લોકો ગભરાઈ ગયા હતા. નાંદેડ ઉપરાંત પરભણી અને હિંગોલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગુરુવારે સવારે લગભગ 6.08 વાગ્યે આવ્યો

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાંદેડ વિસ્તારમાં ગુરુવારે સવારે લગભગ 6.08 વાગ્યે આવ્યો હતો, આ આંચકો લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી. ભૂકંપનું કેન્દ્ર અખાડા બાલાપુરનો વિસ્તાર હતો. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

અરુણાચલ પ્રદેશમાં પણ આવ્યો ભૂકંપ

વિગતે વાત કરવામાં આવે તો, પહેલો ભૂકંપ ગુરૂવારે વહેલી સવારે 1 વાગીને 49 મીનિટ પર આવ્યો હતો, તેની તીવ્રતાની વાત કરવામાં આવે તો તે ભૂકંપ 3.7 જેટલી નોંધાઈ છે. જો આ ભૂકંપના કેન્દ્ર બિંદુની વાત કરવામાં આવે તો, અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં નોંધાયું છે. જેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી.

બે ભૂકંપ આવવાથી લોકોમાં ભારે ડરનો માહોલ

જો બીજા ભૂકંપની વિગતે વાત કરીએ તો, પહેલા ભૂકંપના માત્ર બે કલાક પછી બીજો ભૂકંપ આવ્યો હતો. બપોરે 3.40 કલાકે અરુણાચલ પ્રદેશમાં જ ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. ઉપરાઉપર બે ભૂકંપ આવવાથી લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. બીજા ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં પૂર્વ કામેંગ હતું અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. આ ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની અંદર 5 કિલોમીટર હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.જો કે, બન્ને ભૂકંપમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો: Earthquake : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના લગાતાર બે આંચકા અનુભવાયા
આ પણ વાંચો: Lok Sabha Election 2024 : UP માં પ્રથમ દિવસે કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવી…
આ પણ વાંચો: રાજકોટમાં એકવાર ફરી રફ્તારનો જોવા મળ્યો કહેર, એક વેપારીનું ઘટનાસ્થળે મોત