Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Accident : યમુના એક્સપ્રેસ વે પર કાર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકો જીવતા સળગ્યા…

11:47 AM Feb 12, 2024 | Dhruv Parmar

યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો છે અને અકસ્માત (Accident) બાદ સ્વિફ્ટ કારમાં બેઠેલા 5 લોકો જીવતા સળગી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક બસ બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ પાછળથી આવતી કાર બસ સાથે અથડાઈ હતી. અકસ્માત (Accident) બાદ બસમાં આગ લાગી હતી, ત્યારબાદ 5 લોકોના મોત થયા હતા. આગરાથી નોઈડા જતી વખતે મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઈલ સ્ટોન 116 પર અકસ્માત (Accident) થયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીએમ અને એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા. હાલ મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે. SSP એ કહ્યું- આ દુર્ઘટના આજે સવારે મહાવન પોલીસ સ્ટેશનના આગરા-નોઈડા ટ્રેક પર માઈલસ્ટોન 117 પાસે થઈ હતી. ટાયર પંકચર થવાને કારણે બસ કાબૂ બહાર ગઈ હતી, જ્યારે પાછળથી એક સ્વિફ્ટ કાર તેની સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર સવારો બહાર નીકળી શક્યા ન હતા. દાઝી જવાથી 5 મુસાફરોના મોત થયા છે. બસના કેટલાક મુસાફરો પણ ઘાયલ થયા છે.

12 વર્ષના બાળક સહિત 5 લોકો જીવતા સળગ્યા

ઘટના અંગે માહિતી આપતા ગ્રેટર નોઈડા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં એક 12 વર્ષીય સગીરનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય ચાર મૃતકોની ઉંમર 30-40 વર્ષની વચ્ચે છે. પોલીસે જણાવ્યું કે કારમાં 8 લોકો સવાર હતા, જેમાંથી ત્રણ મુસાફરોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ત્રણેયને જેવરની નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્રણેય ઈજાગ્રસ્તોમાં 8-16 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માત (Accident)માં 5 લોકો જીવતા સળગી ગયા હતા.

આ પણ વાંચો : Farmer Protest : તલવારો, ત્રિશૂળ, લાકડીઓ સાથે પ્રવેશ પર પ્રતિબંધ… મોદી સરકાર માટે ખેડૂતો બન્યા પડકાર?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ