Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UP ATSએ કરી ISI એજન્ટની ધરપકડ, પાકિસ્તાન મોકલાવતો હતો ગુપ્ત માહિતી

05:32 PM Feb 04, 2024 | VIMAL PRAJAPATI

UP ATS: ઉત્તર પ્રદેશ એટીએસને મોટી સફળતા મળી છે. પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ વારંવાર ભારત વિરૂદ્ધ ગતિવિધિઓ કરતી આવી છે. રશિયામાં ભારતીય દૂતાવાસમાં તૈનાત એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે ભારતીય કર્મચારી હોવા છતાં પાકિસ્તાની એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) માટે કામ કરતો હતો. આ ધરપકડ મેરઠથી કરવામાં આવી છે, જે યુપી એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આઈએસઆઈ એજન્ટ સતેન્દ્ર સિવાલની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે મોક્સોના ભારતીય દુતાવાસમાં ઈન્ડિયન બેસ્ડ સિક્યોરિકી આસિલ્ટન્ટ તરીકે કામ કરતો હતો.ઉલ્લેખનીય છે કે, સતેન્દ્ર ભારતીય સેના અને તેના સંબંઘીત મહત્વની જાણકારીઓ આઈએસઆઈને પહોંચાડતો હતો. વિગતો એવી મળી રહી છે કે, સતેન્દ્ર 2021થી મોસ્કોમાં ભારતીય દુતાવાસમાં કામ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, યુપી એટીએસને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના હેન્ડલર્સ વિદેશ મંત્રાલય (ભારત સરકાર)ના કર્મચારીઓને હની-ટ્રેપ કરી રહ્યા છે અને તેમને લાલચ આપીને અને પૈસાની લાલચ આપીને જાસૂસી કરાવે છે. એટીએસ દ્વારા આ બાબતે તપાસ કરતા જાણવા માળ્યું કે, સતેન્દ્ર સિવાલે પાકિસ્તાનની ખુફિયા એજન્સીને જે જાણકારી આપી છે તેના બદલામાં તેને પૈસા મળતા હતા.

મહત્વપૂર્ણ માહિતી પહોચીં હતી પાકિસ્તાન

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એજન્ટો દ્વારા ભારતીય સેના સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ અને ગોપનીય માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. મળતી વિગતો અનુસાર, હાપુડના રહેવાસી સતેન્દ્ર સિવાલ વિદેશ મંત્રાલયમાં MTS (મલ્ટી-ટાસ્કિંગ, સ્ટાફ)ના પદ પર નિયુક્ત છે. હાલમાં તે રશિયાની રાજધાની મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરતો હતો. ધરપકડ બાદ સતેન્દ્ર પાસેથી બે મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી 600 રૂપિયા પણ મળી આવ્યા છે..

આ પણ વાંચો: Joe Biden અને એલન મસ્કને ધમકી આપનાર ટેસ્લાના કર્મચારીની ધરપકડ

આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો

યુપી એટીએસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા પછી, જ્યારે તેઓએ સતેન્દ્ર સિવાલની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી તો તે પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં. તેની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને ગુપ્ત માહિતી મોકલી રહ્યો છે.