Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અભિનેતા વિજય થાલાપતિએ રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી

02:46 PM Feb 02, 2024 | Maitri makwana

તમિલના અભિનેતા Vijay Thalapathy એ લોકસભા ચૂંટણી 2024 પહેલા 2 ફેબ્રુઆરીએ રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. અભિનેતા Vijay Thalapathy દ્વારા પોતાની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કાઝમ રાખવામાં આવ્યું છે. અને જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયને ટાંકતા વિજયે કહ્યું કે તેમની નવી શરૂ થયેલી પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણી લડશે નહીં અને અન્ય કોઈ પક્ષને સમર્થન આપશે નહીં.

Vijay Thalapathy દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું

વિજય થાલાપતિ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે 2024ની ચૂંટણી લડવાના નથી અને અમે કોઈ પક્ષને સમર્થન આપવાના નથી. અમે જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે ખુલાસો કર્યો કે પાર્ટી માત્ર તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં જ લડશે અને આગામી લોકસભા ચૂંટણી 2024માં નહીં.

ચૂંટણીના રાજકારણમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કરશે

અભિનેતાએ કહ્યું કે તે ફિલ્મ ઉદ્યોગ છોડી દેશે અને ટૂંક સમયમાં ચૂંટણીના રાજકારણમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કરશે. તેમણે પાર્ટીના કામમાં અડચણ ઉભી કર્યા વિના પહેલેથી જ નિર્ધારિત ફિલ્મ પૂર્ણ કરવાની વાત કરી અને ટૂંક સમયમાં લોકોની સેવા કરવા માટે રાજકારણમાં તેમની સંપૂર્ણ ભાગીદારીની પુષ્ટિ કરી.

2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાનો ઉદ્દેશ્ય

રિલીઝમાં Vijay Thalapathy એ કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય આગામી 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાનો અને વિજયી બનવાનો છે, જેનાથી રાજકીય પરિવર્તન લાવી શકાય છે. ‘ વિજયે વધુમાં જણાવ્યું, ‘રાજનીતિ માત્ર કારકિર્દી કરતાં વધુ છે; આ મારું પેશન છે, માત્ર શોખ નથી. હું મારી જાતને તેમાં સંપૂર્ણપણે ડૂબી જવા માટે પ્રતિબદ્ધ છું.

આ પણ વાંચો – Gyanvapi Case : ‘પૂજા પર પ્રતિબંધ નહીં’ અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદ સમિતિની ફગાવી અરજી…