Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકારણની સંસ્કૃતિ બદલાઈ, ભાજપના નેતાઓ હવે પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને લોકો વચ્ચે જતા થયા: નડ્ડા

03:57 PM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ભાજપનું જનતા અને પક્ષ સાથે જોડાણ છે. આ બન્ને દિશામાં આગળ વધવા માટે ગુજરાત હમેશા પાઠશાળા રહ્યું છે. સફળ પ્રયોગો ગુજરાતમાં થયા છે. મોદીએ વિકાસનું મોડલ લોન્ચ કર્યું છે.  મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં કરેલી કામગીરીનો પડઘો રાષ્ટ્રીય સ્તરે જોઈ શકાય છે. ભાજપ જાતિવાદ, સંપ્રદાય વાદ, ક્ષેત્ર વાદ, પરિવારવાદની રાજનીતિને ભાજપના વિકાસની રાજનીતિ એ ટક્કર આપી છે. 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, દલિત અને શોષિતનો અવાજ  ભાજપ હંમેશા બન્યું છે. રાજકારણની સંસ્કૃતિ હવે બદલાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ આ સંસ્કૃતિ બદલી છે. ભાજપના નેતાઓ હવે  પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને લોકો વચ્ચે જતા થયા છે. ભાજપ જે કહે છે એ કરે છે. કોરોના મહામારી દરમ્યાન બોલ્ડ નિર્ણયો ભાજપે જ લીધા હતા. મોદીજીના નેતૃત્વમાં આ બોલ્ડ નિર્ણયો લેવાયા હતા. 
પહેલાના સમયમાં કોઈપણ વેક્સિન ભારતમાં પહોંચતા વર્ષો લગતા હતા. કોરોના મહામારી દરમ્યાન મોદીજીએ માત્ર 9 માસમાં 2 વેક્સિન લોન્ચ કરી દીધી હતી. દેશભરમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ ખુબ જ મોટા પાયે થયો હતો. સરકાર જવાબદારી સાથે કામ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
કોરોનામાં માત્ર ભાજપના કાર્યકર્તાઓ લોકો વચ્ચે હતા
નડ્ડાએ કહ્યું કે,અગાઉ ભારતમાં લોકો ભૂખમરાથી મરતા હતા. દેશમાં હવે ગરીબોને મફત અનાજ મળી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ પણ કોરોનામાં કામગીરી કરી હતી જયારે અન્ય પક્ષના કાર્યકર્તાઓ કોરોનામાં પોતે ક્વોરેન્ટાઈન થઈ ગયા હતા. બધા વિડીયો કોફરન્સથી મળતા હતા. માત્ર ભાજપના કાર્યકર્તાઓ લોકો વચ્ચે જોવાં મળતા હતા.
યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને માત્ર ભારત પરત લાવ્યું છે. અન્ય દેશના લોકો ભારતનો રાષ્ટ્રધ્વજ બતાવીને યુક્રેનમાંથી બચ્યા હતા. ભારત માટે આ ગૌરવની વાત ગણી શકાય. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કહે છે કે ભારત દેશ ગરીબીમાંથી બહાર આવ્યો છે. એક્સપોર્ટ ક્ષેત્રે પણ ભારત દેશ અગ્રેસર બન્યો છે. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર અને સી આર પાટીલની આગેવાનીમાં સંગઠન ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. સંગઠન અને વહીવટની દ્રષ્ટિએ ગુજરાત પ્રયોગશાળા રહ્યું છે. ગુજરાતમાં લીડરશીપ બદલાવવા અંગે પૂછવામાં આવતા જણાવ્યું કે ગુજરાતને અમે એટલે જ પ્રયોગશાળા કહીએ છીએ. અમે નક્કી કરીશું સરકાર ક્યારે બદલવી. કયો પ્રયોગ અમારે ક્યારે કરવો એ અમે નક્કી કરીશુ. લોકોએ કમળને મત આપેલો એ મહત્વનું છે અને ગુજરાતમાં કમળની જ સરકાર છે.