Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Haryana Bus Accident: પંચકૂલામાં પિંજોર પાસે મોટી દુર્ઘટના, 40 વિદ્યાર્થીઓ ઘાયલ

10:46 AM Jul 08, 2024 | Hiren Dave

Haryana Bus Accident : અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ક્યાંક ઓવર સ્પીડમાં તો ક્યાંક ઓવર ટેક કરવા જતા વાહન પર કાબૂ રહેતો નથી પરિણામે અકસ્માત થાય છે. ત્યારે હરિયાણામાં પણ બસ પલટી (Haryana Bus Accident )હોવાનું સામે આવ્યું છે. બસમાં સવાર 40 બાળકો ઘાયલ થયા છે.

ઇજાગ્રસ્તોને ખસેડાયા સારવાર અર્થે

હરિયાણાના પંચકુલાના પિંજોર પાસે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત (Haryana Bus Accident)પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો જ્યાં હરિયાણા રોડવેઝની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા છે. ઘાયલોને પિંજોર હોસ્પિટલ અને પંચકુલાની સેક્ટર-6 સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મહિલાની હાલત નાજુક છે અને તેને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવી છે. અકસ્માતનું કારણ બસ ડ્રાઇવરની ઓવર સ્પીડ હોવાનું કહેવાય છે.

 

એક મહિલાની હાલત ગંભીર

આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બસમાં વધારે પડતાં મુસાફરો અને ઓવરસ્પીડમાં દોડાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે રોડની હાલત પણ સારી નહોતી.

આ પણ  વાંચો  Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈ અસ્ત-વ્યસ્ત, રેલ્વેની હાલત ખરાબ, સ્કૂલો પણ બંધ…

આ પણ  વાંચો  – VEGETABLE : વરસાદે બગાડ્યો રસોડાનો સ્વાદ, શાકભાજીના ભાવ આસમાને

આ પણ  વાંચો  Puri Jagannath Rath Yatra : જગન્નાથ રથયાત્રામાં ભાગદોડના કારણે એકનું મોત, અનેક ઘાયલ…