Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Karnataka : FSSAI નો મોટો ઘટસ્ફોટ,હવે પાણીપુરી ખાવાથી પણ થઈ શકે છે કેન્સર !

12:37 PM Jul 02, 2024 | Hiren Dave

Pani Puri : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે કર્ણાટક રાજ્યમાંથી લેવામાં આવેલા લગભગ 22% પાણીપુરીના નમૂનાઓ સલામતીના ધોરણોને પૂર્ણ કરતા નથી. ફૂડ સેફ્ટી ઓફિસરે કબાબ, ગોબી મંચુરિયન અને બંગાળની મીઠાઈઓમાં કેમિકલનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યાના થોડા દિવસો બાદ જ આ ઘટના પ્રકાશમાં આવી છે.

પાણીપૂરીમાં ચોંકાવનારો રિપોર્ટ  સામે  આવ્યો

તાજેતરમાં FSSAI એ પાણીપુરીના સ્ટોલ અને કેટલીક પ્રખ્યાત ખાણીપીણીનું પણ પરીક્ષણ કર્યું હતું. ડેક્કન હેરાલ્ડના રિપોર્ટ અનુસાર, કર્ણાટકમાં 79 જગ્યાએથી પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 41 નમૂનાઓ કેમિકલ રંગો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં કેન્સર પેદા કરતા પદાર્થો પણ મળી આવ્યા હતા. જ્યારે અન્ય 18 નમૂનાઓ નબળી ગુણવત્તાના અને વપરાશ માટે અયોગ્ય ગણવામાં આવ્યા હતા. વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં બ્રિલિયન્ટ બ્લુ, સનસેટ યલો અને ટાર્ટરાઝીન જેવા કેમિકલ્સ મળી આવ્યા હતા.

ફૂડ સેફ્ટી વિષે કમિશનરે શું કહ્યું?

ફૂડ સેફ્ટીને લઈને કમિશનરે કહ્યું ,કે FSSAI તરફથી ઘણી ફરિયાદો મળ્યા બાદ પાણીપુરીની ગુણવત્તાની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીનિવાસે કહ્યું કે પાણીપુરી એક લોકપ્રિય ચાટ હોવાથી તેને તેની ગુણવત્તા અંગે ઘણી ફરિયાદો મળી હતી. સમગ્ર કર્ણાટકના તમામ પ્રકારના આઉટલેટ્સમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, રસ્તાની બાજુના ખાણીપીણીથી લઈને પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ સુધી.

સેમ્પલના પરિણા

સેમ્પલના પરિણામો દર્શાવે છે કે મોટી સંખ્યામાં નમૂનાઓ વપરાશ ભેળસેળ હોવાનું  સામે  આવ્યું છે.  ફૂડ સેફ્ટી કમિશનરે એમ પણ કહ્યું કે અધિકારીઓ હાલમાં આ રસાયણોની અસરને વધુ સારી રીતે સમજવા માટે પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેમણે એ પણ ખાતરી આપી કે FSSAI નાની ખાણીપીણીની દુકાનો પર સલામતી ધોરણો લાગુ કરશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે.

આ પણ  વાંચો – Assam માં Flood ને કારણે પરિસ્થિતિ વણસી, 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, ભારે વરસાદની ચેતવણી…

આ પણ  વાંચો – PM MODI : ” રાહુલ ગાંધી જેવું વર્તન ના કરતા….”

આ પણ  વાંચો – Salman Khan ને મુસેવાલાની જેમ જ મારવાનો……