Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bengaluru Students: બેહરા તંત્રના પાપે વિદ્યાર્થીઓ ચોપડાની જગ્યાએ ઝાડુ-ફાવડા લેવા મજબૂર

12:10 AM Jun 26, 2024 | Aviraj Bagda

Bengaluru Students: એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ દેશનું ભવિષ્ય તેની ભાવિ પેઢી નક્કી કરતું હોય છે. તો દરેક દેશની વિકાશીલ પ્રવૃત્તિમાં ભાવિ પેઢીની એક આગવી ભૂમિકા હોય છે. પરંતુ ભારત દેશમાં ભાવિ પેઢીની કરૂણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારતના બેંગલોરમાં સરકારી અધિકારીઓને બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવું પડ્યું હતું.

  • IT Workers અને Student એ રસ્તાની મરામત કરી

  • વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

  • અધિકારીઓ માત્ર ખુરશી પર બેસીને એસીની હવા ખાઈ રહ્યા

કર્ણાટકની રાજધાનીમાં કડુબીસનહલ્લી અને વર્થુરને જોડતા રસ્તાઓની બીસ્માર હાલત ઘણા સમયગાળાથી જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખતે લેખિત અને મૌખિક રીતે Bruhat Bengaluru Mahanagara Palike ને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં Bruhat Bengaluru Mahanagara Palike દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. જોકે આવા રસ્તાને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

તે ઉપરાંત બાળકોને શાળાએ જવામાં અને આવવામાં, તે ઉપરાંત આ રસ્તાઓ પરથી પસાર થતાં મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ રસ્તાઓને લઈ કોઈ પણ સરકારી અધિકારી દ્વારા કોઈ કડક કાર્યવાહી નહીં. કરવામાં આવતા બેંગલોકના IT Workers અને Student એ આ રસ્તાઓની મરામત કરવાની ફરજ પડી હતી. તો જ્યારે IT Workers અને Student આ રસ્તાની મરામત કરતા હતાં. તેના અનેક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

અધિકારીઓ માત્ર ખુરશી પર બેસીને એસીની હવા ખાઈ રહ્યા

તો બીજી તરફ આ ઘટના કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારની નજરે પણ આવી છે. ત્યારે તેમણે સ્થાનિક વહીવટીતંત્રની નિંદા કરી છે. તે ઉપરાંત ઉપરી અધિકારીઓેને આ અંગે આગળ કડક કાર્યવાહી કરવાની સૂચના પાઠવવામાં આવી છે. તો આ ઘટના અંગે સ્થાનિકોનું કહેવું છે કે, તેઓ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરીથી ઘણી મુશ્કેલીઓમાં મૂકાયા છે. આવા વરસાદી માહોલમાં પણ પ્રસાશનના અધિકારીઓ માત્ર ખુરશી પર બેસીને એસીની હવા ખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Jyotiraditya Scindia ના કાર્યક્રમમાં ટેન્ટ તૂટ્યો, Video Viral