Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Youngest Scuba Diver: 12 વર્ષની ભારતીય છોકરી અને દરિયાની રોમાંચક કહાની….

04:24 PM Jun 15, 2024 | Aviraj Bagda

Youngest Scuba Diver: જે ઉમ્રમાં છોકરીઓ ભણતર અને રમતગમતમાં ભવિષ્ય ઉજવણ કરવાનું વિચારે છે, ત્યારે દેશની એક 12 વર્ષની છોકરીઓ અનોખી રીતે પોતાના પરિવાર સહિત દેશનું નામ રોશન કર્યું છે. તે ઉપરાંત તેણીએ અનેક રેકોર્ડ પ્રણ બ્રેક કર્યા છે. ત્યારે બેંગલોરની 12 વર્ષની કયના ખરેએ વિશ્વની સૌથી નાની વયે Scuba Diving કરીને માસ્ટર ડાઈવર બનીને રેકોર્ડ બનાવ્યો છે. જોકે કયના ખરેએ 10 વર્ષની ઉંમરે Scuba Diving કરવાની શરુઆત કરી હતી.

  • મેં 10 વર્ષની ઉંમરે Scuba Divingની શરુઆત કરી હતી

  • આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં Scuba Diving કરવાનું શરુ કર્યું

  • મારા માટે Scuba Diving રોમાંચક રમત છે

જોકે કયના ખરેએ આ ઘટના અંગે જણાવ્યું છે કે, મેં 10 વર્ષની ઉંમરે Scuba Diving ની શરુઆત કરી હતી. સૌથી પહેલા મેં આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં Scuba Diving કરવાનું શરુ કર્યું હતું. આ એક રોમાંચક ક્ષણ હતી મારા માટે. ત્યાર બાદ મે ઈન્ડોનેશિયાના બાલીમાં ઓપન વોટર કોર્સ પૂર્ણ કર્યો અને પછી મેં થાઈલેન્ડમાં એડવાન્સ ઓપન વોટર કોર્સનો અભ્યાસ કર્યો હતો. જોકે મેં સૌથી વધારે આંદામાન અને નિકોબારમાં માસ્ટર ક્લાસ કર્યા છે. તો બીજી તરફ પાણીની અંદર રહેવું મારા માટે અતયંત શાંત અને આરામદાયક હોય છે.

મારા માટે Scuba Diving રોમાંચક રમત છે

તેણી વધુમાં જણાવ્યું કે, મારા માતા-પિતાએ આ માટે મને દરેક ક્ષણે સાથ આપ્યો છે. તે ઉપરાંત મેં આ Scuba Diving કરીને અનેક પુરસ્કાર પણ મેળવ્યા છે. મારા માટે Scuba Diving રોમાંચક રમત છે. તે ઉપરાંત સાગરમાં અનેક મુશ્કેલી હોવા છતાં, પણ મને કોઈ પ્રકારને ડર લાગતો નથી. ભારતમાં મેં લગભગ મોટા ભાગના દરિયામાં Scuba Diving કરી છે. તો બીજી તરફ મેં સૌથી નાની વયે વિવિધ મુશ્કેલી ભરેલા દરિયાઓમાં Scuba Diving કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: અજીત ડોભાલ ફરી NSA બન્યા, વાંચો તેમના કામ અને દામની માહિતી…