Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP ના સાંસદનું મતદાનના એક જ દિવસ બાદ મોત, સર્વેશ સિંહ હતા મુરાદાબાદના સાંસદ

11:34 PM Apr 20, 2024 | KRUTARTH JOSHI

મુરાદાબાદ : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રીલે એટલે કે શુક્રવારે સંપન્ન થઇ ગયું. ઉત્તર પ્રદેશની આઠ લોકસભા સીટો પર મતદાન થયું છે. મુરાદાબાદમાં પણ શુક્રવારે મતદાન થયું. મુરાદાબાદ લોકસભા સીટથી ભાજપે સર્વેશ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મુરાદાબાદમાં પણ શુક્રવારે મતદાન થયું. મુરાદાબાદ લોકસભા સીટથી ભાજપે સર્વેશસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. શનિવારે સર્વેશ સિંહનું નિધન થઇ ગયું છે. મુરાદાબાદથી લોકસભા ઉમેદવાર સર્વેશ સિંહ લાંબા સમયથી બિમાર હતા. કાલે એમ્સમાં ચેકઅપ કરાવવા માટે ગયા. મુરાદાબાદમાં કાલે જ લોકસભા ચૂંટણી થઇ છે. સર્વેશ સિંહ પશ્ચિમી ઉત્તરપ્રદેશથી ભાજપના એકમાત્ર ઠાકુર ઉમેદવાર છે.

સર્વેશ સિંહના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં થશે

રવિવારે સર્વેશસિંહના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં થશે. મોડી સાંજ સુધી તેમનો મૃતદેહ ગામ પહોંચ્યો હતો. તેમના મૃત્યુ દિલ્હી એમ્સમાં થયું છે. કાલે મતદાન કર્યા બાદ તેઓ ચેકઅપ કરાવવા માટે દિલ્હી ગયા હતા. શનિવારે ત્યાં જ તેમને હાર્ટએટેક આવ્યો હતો. લાંબા સમયથી કેંસરથી પીડિત હતા. 2024 ના લોકસભા ચૂંટણીમાં ભાજપે સર્વેશ સિંહ પર ફરીથી ભરોસો વ્યક્ત કરતા ચોથીવાર ટિકિટ આપી હતી.

સર્વેશ સિંહ 2014 ની લોકસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાને હરાવ્યા હતા

સર્વેશ સિંહ 2014 ની લોકસભા ચૂંટણીમાં સપાના એસટી હસનને હરાવીને જીત પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ ફરીથી ભાજપે વિશ્વાસ વ્યક્ત કરતા 2019 માં ટિકિટ આપી, પરંતુ આ વખતે સર્વેશસિંહને સપા ઉમેદવાર એસટી હસન સામે પરાજિત થયા હતા. 2009 માં સર્વેશ સિંહ કોંગ્રેસના અઝહરુદ્દીનની સામે ચૂંટણી હારી ગયા હતા. સર્વેશ સિંહ 1991 માં ભાજપની ટિટ પર પહેીવાર ઠાકુરદ્વારા સીટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા.

રુચી વિરાની સામે લોકસભા લડી રહ્યા હતા સર્વેશ સિંહ

મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીએ પહેલા હાલના સાંસદ એસટી હસનને ટિકિટ આપી હતી, જો કે આજમ ખાનના દબાણમાં અખિલેશ યાદવે એસટી હસનની ટિકિટ કાપીને રુચી વીરાને ટિકિટ આપી હતી. 19 એપ્રીલે મુરાદાબાદ લોકસભા સીટ પર મતદાન થયું. અહીં 60.60 ટકા મતદાન થયું હતું.