Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM Arvind Kejriwal update: ફરી એકવાર ED એક સમક્ષ CM કેજરીવાલ હાજર ના થયા !

10:07 PM Feb 03, 2024 | Aviraj Bagda

CM Arvind Kejriwal update: દિલ્હીના CM Arvind Kejriwal અને દિલ્હી દારૂ કૌભાંડમાં નવા નવા વળાંકો આવતા રહ્યા છે. તે ઉપરાંત ED દ્વારા CM Arvind Kejriwal ને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે.

  • ED એ Delhi Court માં અરજી દાખલ કરી
  • IPC ની કલમ 174 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
  • CM એ સમન્સને રાજકીય પ્રેરિત ગણાવ્યા

ED એ Delhi Court માં અરજી દાખલ કરી

CM Arvind Kejriwal update

ત્યારે દિલ્હીના CM Arvind Kejriwal વિરુદ્ધ દારૂ કૌભાંડ કેસમાં ED દિલ્હી કોર્ટ પહોંચી છે. એક અહેવાલ અનુસાર કેજરીવાલ વિરુદ્ધ જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં સુનાવણી 7 મી ફેબ્રુઆરીએ થશે. EDએ કહ્યું કે PMLAની કલમ 50 હેઠળ Enforcement Directorate દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન કરવામાં આવ્યું નથી.

IPC ની કલમ 174 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી

લોકસેવકના આદેશનું પાલન ન કરવા બદલ IPC ની કલમ 174 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કલમ 50 હેઠળ પૂછપરછ માટે Enforcement Directorate સમક્ષ વ્યક્તિની હાજરી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે ED એ CM Arvind Kejriwal વિરુદ્ધ એક પછી એક 5 સમન્સ જારી કર્યા છે. પરંતુ કેજરીવાલ ED સમક્ષ હાજર નથી થઈ રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રીએ આ તમામ સમન્સને ગેરકાયદે ગણાવીને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો છે.

CM એ સમન્સને રાજકીય પ્રેરિત ગણાવ્યા

આમ આદમી પાર્ટીએ ED સમન્સને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદીજીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે. આમ કરીને તેઓ દિલ્હી સરકારને પછાડવા માંગે છે. અમે ચોક્કસપણે આવું થવા દઈશું નહીં.

આ પણ વાંચો: ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે Cervical Cancer