Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ કારણે નાસાના મિશન ઓર્ટેમિસ-1નું લોન્ચિંગ ફરી અટક્યું, ત્રીજી વખત ટળ્યું લોન્ચિંગ

08:33 AM Apr 22, 2023 | Vipul Pandya

અમેરીકન સ્પેસ એજન્સી NASAએ શનિવારે તેના ચંદ્ર મિશન આર્ટેમિસના (Artemis-I) પ્રથમ તબક્કા હેઠળ રોકેટ અને કેપ્સ્યુલનું લોન્ચિંગ ફરી એકવાર મોકૂફ રાખ્યું છે. NASAએ ખરાબ હવામાન અને વાવાઝોડાના કારણે ચંદ્ર પર તેના ઐતિહાસિક માનવરહિત મિશનના નિર્ધારિત લોન્ચિંગને રદ્દ કર્યું છે. નાસાના વૈજ્ઞાનિકોએ સંભાવના વ્યક્ત કરી છે કે, આ વાવાઝોડું જેમ જેમ નજીક આવશે તેમ વધુ મજબૂત બનશે.
રવિવારે આગળનો નિર્ણય લેવાશે
US નેશનલ હરિકેન સેન્ટરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉષ્ણકટિબંધીય તોફાન ઈયાન ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે અને જ્યાંથી નાસા પોતાના ઐતિહાસિક મિશનની શરૂઆત કરવાનું છે તે ફ્લોરિડા પહોંચે ત્યાં સુધીમાં સપ્તાહના અંતમાં તોફાન વધુ તીવ્ર થવાની ધારણા છે. જો કે, આર્ટેમિસ 1ના લોન્ચિંગ મુદ્દે આગળનો નિર્ણય રવિવારે લેવાશે.
મિશન રોલબેક
NASAએ આ રોકેટને મંગળવાર 27 સપ્ટેમ્બરે ચંદ્ર પર મોકલવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ ફ્લોરિડામાં ભારી તોફાનની આશંકાઓ બાદ હવે સંભવિત ખરાબ હવામાન બાદ આ મિશનને રોલબેક કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, નાસા પણ ઉષ્ણકટિબંધીય તોફાન ઇયાન સંબંધિત હવામાનની આગાહી સંબંધિત તમામ માહિતી એકઠી કરી રહ્યું છે.


ત્રીજો પ્રયાસ હતો
ચંદ્ર પર આર્ટેમિસ-1 મિશન લોન્ચ કરવાના નિર્ધારિત ત્રીજા પ્રયાસના માત્ર ત્રણ દિવસ પહેલા NASAએ તેને થોડા દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઓરિયન અવકાશયાન સાથેની સ્પેસ લોંચ સિસ્ટમ 27 સપ્ટેમ્બરે ત્રણ ડમી સાથે લોન્ચ થવાની હતી. અગાઉ તે 23 સપ્ટેમ્બરે લોન્ચ થવાની હતી, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીને કારણે તે સમયસર લોન્ચ થઈ શકી ન હતી.
અમેરીકા માટે પ્રતિષ્ઠાનો સવાલ
નાસા આર્ટેમિસ-1 મૂન મિશન અમેરિકા માટે આબરૂનો સવાલ બની ગયો છે. તેના દ્વારા અમેરિકા અંતરિક્ષમાં પોતાની ઓળખ બનાવવા માંગે છે અને અંતરિક્ષ ક્ષેત્રે ચીન-રશિયા સહિત અન્ય દેશોને પાછળ છોડવા માંગે છે. અમેરિકા માટે સ્પેસ રેસમાં રશિયા હંમેશા મહત્વનો હરીફ રહ્યો છે.

17થી 31 ઓક્ટોબર વચ્ચે થઈ શકે છે લોન્ચિંગ
જે રોકેટથી આ મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે તે લોન્ચ પેડ પર 137 કિી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટાનો સામનો કરી શકે છે પહેલા ઘણી વખત રદ્દ કર્યાં બાદ મિશનની લોન્ચિંગ માટે નવી લોન્ચ વિન્ડો 4 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ મિશનને તૈયાર કરનારી ટીમનું માનવું છે કે વાવાઝોડાના ભયને કારણે તે અશક્ય છે. પરંતુ આગામી લોન્ચ વિન્ડો 24-26 અને 28 ઓક્ટોબર સિવાય આગામી દિવસોમાં મિશન 17-31 ઓક્ટોબરની વચ્ચે લોન્ચ થઈ શકે છે.
અમેરીકાએ લગાવ્યા છે અબજો રૂપિયા
નાસાના આ મિશનથી આગામી વર્ષોમાં ચંદ્રની યાત્રાને વધુ સુવિધાજનક બનાવી શકાશે. અમેરિકાએ આ મિશનને તૈયાર કરવામાં અબજો ડોલરનો ખર્ચ કર્યો છે, જેના લોન્ચિંગમાં વિલંબથી અમેરિકાને ખાસ્સુ નુકસાન પણ થઈ શકે છે. અગાઉ ફ્યુઅલ ટેન્કમાં ટેક્નિકલ ખામીના કારણે મિશનને રદ કરવું પડ્યું હતું.