+

નરેન્દ્ર મોદીની રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત, તાત્કાલિક હિંસા રોકવાની અપીલ કરી

યુક્રેન અને રશિયા વચ્ચે મહિનાઓથી ચાલતો તણાવ હવે યુદ્ધમાં ફેરવાયો છે. તવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં તેમણે રશિયન  રાષ્ટ્રપતિ પુતિનને શાંતિ માટેની અપીલ કરી છે. સાથે જ હિંસા તાત્કાલિક બંધ કરવાાનું પણ કહ્યું છે.મળતી માાહિતિ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચચે લગભગ 25 મિનિટ સુધી àª
યુક્રેન અને રશિયા વચ્ચે મહિનાઓથી ચાલતો તણાવ હવે યુદ્ધમાં ફેરવાયો છે. તવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં તેમણે રશિયન  રાષ્ટ્રપતિ પુતિનને શાંતિ માટેની અપીલ કરી છે. સાથે જ હિંસા તાત્કાલિક બંધ કરવાાનું પણ કહ્યું છે.
મળતી માાહિતિ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચચે લગભગ 25 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત ચાલી હતી. જેમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને નરેન્દ્ર મોદીને યુક્રેન સાાથે જોડાયેલા હાલના ઘટનાક્રમ વિશે માહિતિ આપી. તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રશિયા અને નાટો સમૂહ વચ્ચેના મતભેદને વાતચીતના માધ્યમથી દૂર કરી શકાશે. યુદ્ધ વડે કોઇ પણ સામાધાન નિકળશે નહીં. વાતચીત વડે જ શાંતિ સ્થપાશે. આ વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ પુતિનને તાત્કાલિક હિંસા રોકવા માટેની અપીલ કરી અને વાતચીતના માધ્ય વડે સમાધાન શોધવાનું કહ્યું. 
આ સિવાય નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગેની ભારતની ચિંતાઓ વિશે પુતિનને જાણ કરી અને જણાવ્યું કે પોતાના નાગરિકો સુરક્ષિત પરત ફરે તે ભારતની પ્રાથમિકતા છે. આ સિવાય બંને નેતાઓ એ વાત પર સહમત થાય કે અધિકારીઓ અને રાજદ્વારી ટીમો સ્થાનિક હિતના મુદ્દાઓ પર નિયમિત સંપર્ક જાળવી રાખશે.
Whatsapp share
facebook twitter