Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકામાં જતા સંપર્ક વિહોણા બનેલા 9 ગુજરાતીઓ મામલે વધુ બે એજન્ટોના નામ ખુલ્યા

09:16 PM Jul 15, 2023 | Viral Joshi

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક અમેરિકા ગયો અને પાચ મહિનાથી સંપર્ક નહિ થતા યુવકની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાયા બાદ પોલીસે બે એજન્ટને ઝડપી લીધા હતા અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને જેમને કોર્ટમાં રજુ કરતા કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. દરમિયાન વધુ બે અમેરિકાના એજન્ટોના નામ સામે આવ્યા છે જેને લઈને પોલીસે તેમના સામે કાર્યવાહી તેજ કરી દીધી છે.

ઘટના કેવી રીતે બની

આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક ભરત રબારી 8 જાન્યુઆરી 2023 ના રોજ અમેરિકા જવા નીકળ્યો હતો.ત્યારે તેની સાથે બીજા આઠ ગુજરાતીઓ પણ અલગ અલગ જીલ્લાના હતા.તેઓ પણ એજન્ટો મારફતે જતા હતા જે તમામનો એકબીજા સાથે એજન્ટો મારફતે આવ્યા હતા અને મળ્યા હતા.ભરત રબારી સહીત નવ ગુજરાતીઓના પરિવાર સાથે સંપર્ક નથી થતો.તે પૈકી ભરત રબારીનો પાચ મહિનાથી પરિવાર સાથે સંપર્ક નહિ થવાને લઈને ભરત રબારીના પત્ની ચેતનાબેને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે એજન્ટ સામે ફરિયાદ નોધાવી હતી.

આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા

તે પૈકી એક એજન્ટ મહેસાણા જીલ્લાના મગુના તાલુકાના ઉમિયાનગર સોસાયટીમાં રહેતા હાલ બી/201, બાલા હાઈટ ફ્લેટ, સ્વામીનારાયણ મંદિર પાછળ, નાગલપુર રહેતા દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ અને બીજો એજન્ટ મહેસાણાના જોટાણા તાલુકાના મહાકાલી મંદિર પાસે આવેલ ધનાલી પટેલ વાસમાં રહેતા ચતુરભાઈ જયરામભાઇ પટેલ કડીના ધારીસણાથી ઝડપી લીધો હતો.બંને આરોપીઓને શનિવારે બપોરે પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેને લઈને કોર્ટે બંને આરોપીને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો જેથી પોલીસે બંને આરોપી એજન્ટને સબજેલમાં મૂકી આવ્યા હતા.

તપાસમાં વધુ બે અમેરિકા રહેતા એજન્ટોના નામ આવ્યા સામે

પ્રાંતિજ પોલીસે ફરાર ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના ડીગુચાનો રહેવાસી અને હાલ અમદાવાદના ન્યુ રાણીપમાં બી/5,301 આર્યવિલા એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે એમ.ડી બળદેવભાઈ પટેલ એજન્ટની શોધખોળ પોલીસે વિવિધ ટીમો બનાવી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ બે અમેરિકા રહેતા એજન્ટોના નામ બહાર આવ્યા છે તો જેમાં હાલ અમેરિકા રહેતો મૂળ ગાંધીનગર જીલ્લાના નારદીપુરનો ધવલ પટેલ અને હાલ અમેરિકા રહેતો મૂળ આણંદ જીલ્લાના પેટલાદનો વિજય પટેલનું નામ બહાર આવ્યું છે તો આ બને ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને હાલ અમેરિકામાં રહે છે.

શું હતી એજન્ટની ભૂમિકા?

આ બનેન એજન્ટોની ભૂમિકામાં ધવલ પટેલ ગાંધીનગરના નારદીપુરના અંકિત કાન્તીભાઈ પટેલ, ગાંધીનગરના સરઢવની અવનીબેન જીતેન્દ્રકુમાર પટેલ, ગાંધીનગરના નારદીપુરના ધ્રુવરાજસિંહ બળવંતસિંહ વાઘેલા અને નડિયાદ-ખેડાના ઉત્તરસંડાના પ્રતિકભાઈ હેમંતભાઈ પટેલ સહિતના ચાર વ્યક્તિઓને અમેરિકા મોકલાવાના એજન્ટ તરીકે ભૂમિકા હતી. બીજી તરફ વિજય પટેલ તમામને રીસીવ કરવાની જવાબદારીની ભૂમિકા હતી.જેને લઈને પ્રાંતિજ પોલીસે આ બંને અમેરિકામાં રહેતા એજન્ટો સામે લુક આઉટ નોટીસ કાઢવા માટેની કાર્યવાહી તેજ કરી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : મહેસાણાથી અમેરિકા ગયેલો યુવક લાપતા…! પોલીસમાં એજન્ટો સામે ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.