Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Haryana: નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી, ખટ્ટરે આપ્યું હતું રાજીનામું

06:35 PM Mar 12, 2024 | VIMAL PRAJAPATI

Haryana new CM: હરિયાણાથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હરિયાણાના રાજકારણની વાત કરવામાં આવે તો મંગળવારે બઉ મોટો ફેરફાર જોવા મળ્યો છે. હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ખટ્ટરના સ્થાને આ પદ સંભાળી રહ્યા છે. આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ગયાં છે.

ગઠબંધન તૂટી જતા નવી સરકાર રચવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે, ખટ્ટરે પોતાની આખી કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. જેથી હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપ અને જેજેપીની ગઠબંધનની સરકાર હતીં. જે ગઠબંધન હવે તૂટી ગયું છે અને નાયબ સિંહ સૈનીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે.

ભાજપ અને જેજેપી વચ્ચે હતું ગઠબંધન

અત્યારે એવી વિગતો સામે આવી રહીં છે કે, આગામી લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેચણી અંગે ભાજપ અને જેજેપી વચ્ચે મતભેદો ચાલી રહ્યાં હતાં જેને લઈને ગઠબંધન તૂટી ગયું હતું. અત્યારે ગઠબંધન તૂટી જવાથી નવી સરકાર રચવામાં આવી અને તેમાં નાયબ સિંહ સૈનીએ હરિયાણાના રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા છે. આ દરમિયાન તેમણે ચંદીગઢમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. અપક્ષ ધારાસભ્યો સીએમ ખટ્ટરને મળ્યા અને તેમનું સમર્થન જાહેર કર્યું.

કેબિનેટ આજે સામૂહિક રીતે રાજીનામું આપ્યું

ઉલ્લેખનીય છે કે, હરિયાણાની ભાજપ સરકારની કેબિનેટ આજે સામૂહિક રીતે રાજીનામું આપ્યું હતું. આ પછી હરિયાણા સરકારની કેબિનેટની નવેસરથી રચના કરવામાં આવશે. જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. મતલબ કે હવે હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન નહીં થાય. જેજેપીને નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં. પરંતુ અત્યારે મળતી વિગતો પ્રમાણે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે.

આ પણ વાંચો: Haryana : મેં ત્રણ મહિના પહેલા…, હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટવા પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા…
આ પણ વાંચો: Haryana : મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ધારાસભ્યનો દાવો – ખટ્ટર જ ફરીથી શપથ લેશે…
 આ પણ વાંચો: Haryana ના રાજકારણમાંથી મોટા સમાચાર, મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે…