+

Nadiyad : નવા બોભા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓને જંગલમાં લઈ જઈ પ્રકૃતિ સાથે પરિચય કરાવાયો

અહેવાલ -કૃષ્ણ રાઠોડ,નડિયાદ  નવાબોભા પ્રાથમિક શાળાના બાળકોને પ્રકૃતિ અને વન્ય જીવો અંગે માહિતી મળી રહે તે માટે આતરસુંબા રેન્જ ફોરેસ્ટ ખાતા દ્વારા બાળકોને જંગલમાં લઈ જઈ વૃક્ષોનું જતન, પ્રાણીઓનું જતન…

અહેવાલ -કૃષ્ણ રાઠોડ,નડિયાદ 

નવાબોભા પ્રાથમિક શાળાના બાળકોને પ્રકૃતિ અને વન્ય જીવો અંગે માહિતી મળી રહે તે માટે આતરસુંબા રેન્જ ફોરેસ્ટ ખાતા દ્વારા બાળકોને જંગલમાં લઈ જઈ વૃક્ષોનું જતન, પ્રાણીઓનું જતન વિશે શ્રી વી.સી.ચૌહાણ ફોરેસ્ટર તથા શિક્ષકશ્રી વિરમભાઈ રબારીએ માહિતગાર કર્યા હતા.તેમણે જણાવ્યું કે આદિમાનવ ભલે અભણ હતો. તેનામાં અક્ષરજ્ઞાન નહોતું પણ દીર્ઘદ્રષ્ટિ હતી. તે પ્રકૃતિનું તેના વિવિધ તત્ત્વોનું મહત્ત્વ સમજતો થયો અને તેનું રક્ષણ કરવા લાગ્યો. આ તત્વોને વાયુદેવ, અગ્નિદેવ તરીકે પૂજવા લાગ્યો. તે જ રીતે વૃક્ષો, વનસ્પતિઓ, ગાય, સાપ વગેરેની એ પૂજા કરતો હતો, એનું રક્ષણ કરતો હતો. વનસ્પતિઓ, ફૂલ, ફળો વગેરેનો ઔષધ તરીકે ઉપયોગ કરતો હતો.

 

વિવિધ જડીબુટ્ટીઓનો દવાઓમા  ઉપયોગ થાય છે 
આજે પણ આપણે ઘણીવાર દવાખાનાના આંટાફેરા મારીને થાકી જઈએ છીએ અને કોઈ જ પરિણામ આપણને મળતું નથી ત્યારે આપણે પણ પ્રકૃતિના શરણે જઈએ છીએ. વિવિધ જડીબુટ્ટીઓનો દવા તરીકે ઉપયોગ કરીએ છીએ અને જાણે ચમત્કાર થાય છે. ઘણા વૃક્ષોનાં મૂળિયાં, છાલ વગેરેનો પણ આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. વિવિધ ફૂલોનો પણ આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઉનાળાના બળબળતા તાપમાં આપણને લૂ લાગે છે ત્યારે કેસુડાના ફૂલો પાણીમાં બોળીને તેનાથી નાહીએ છીએ.ખાટી આમલીનું શરબત પીએ છીએ. જે આપણને ઠંડક આપે છે.

આવી તો ઘણી બધી વનસ્પતિઓ આપણી આસપાસ પથરાયેલી છે જેનો ઉપયોગ કરીને આપણે સાવ સાજા થઇ જઇએ છીએ અને એ પણ મફતમાં.ઘણીવાર જેને આપણે નિંદામણ તરીકે કે કચરો સમજીને કાઢી નાખીએ છીએ એ વિવિધ વનસ્પતિઓ પણ ઔષધ તરીકે ઘણી ઉપયોગી સાબિત થાય છે. વૃક્ષો તો આપણને ખૂબ જ ઉપયોગી છે એ તો આપણે જાણીએ છીએ. આ વૃક્ષો તો કુદરતી air-freshener છે જે હવાને શુદ્ધ બનાવે છે. સાંપ્રત સમયમાં કોરોના જેવી મહામારીએ આપણને આપણા દેશી વૃક્ષોનું મહત્વ સમજાવી દીધું છે. જેમ કે વડ, પીપળો, મહુડો, લીમડો, ખાટી આમલી આ બધા વૃક્ષોનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે જેને બચાવવાની જરૂર છે. વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ વધારવા માટે આવા મહાકાય વૃક્ષ ઉપયોગી છે એવું કદાચ હવે માનવને સમજાવા લાગ્યું છે.

 

ખરેખર કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે
પ્રાણીઓ પણ આપણને ઘણી રીતે ઉપયોગી છે.ખાસ કરીને ગાય,ભેંસ,બકરી,ઊંટ,બળદ અને બીજા ઘણા પ્રાણીઓ.એમાંય ખાસ કરીને ગાયને તો આપણે માતા તરીકે માનીએ છીએ,એને પૂજીએ છીએ.ગાયનું દૂધ સર્વોત્તમ ગુણકારી માનવામાં આવે છે.ગૌમુત્ર પણ ખૂબ જ ઉપયોગી છે, જેનો દેશી ઉપચાર તરીકે ઘણા બધા રોગોમાં ઉપયોગ થાય છે. આ ગૌમૂત્રનો ઉપયોગ કરીને જંતુનાશક દવા બનાવવામાં આવે છે. તેઓ ગાય, ભેંસ, ઘેટા બકરાની લીંડી, છાણમાંથી કુદરતી ખાતર બનાવવામાં આવે છે. આજના સમયમાં જોઈએ તો ઘણા બધા ખેડૂતો આ બધાનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી કરવા તરફ વળ્યા છે જે ખૂબ સારી વાત ગણાય. ખરેખર કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે. અને એ જેટલું આપે છે તે ઓછું જ છે. એનો ખજાનો અનમોલ અને અખૂટ છે.એમાંથી આપણને જેટલું પામીએ એટલું ઓછું જ છે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે

 

આ  પણ  વાંચો –ગુજરાત સરકાર આ લોકોને માત્ર 5 રૂપિયાના રાહત દરે આપે છે ભોજન,જાણો ક્યા જિલ્લામાં કેટલા કેન્દ્રો કાર્યરત

 

Whatsapp share
facebook twitter