Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યશ બેંકનાં Founder રાણા કપૂરને મુંબઈની વિશેષ PMLA કોર્ટે આપી જામીન

12:19 PM Apr 29, 2023 | Vipul Pandya


યસ બેંકનાં ભૂતપૂર્વ MD અને CEO રાણા
કપૂરને કથિત છેતરપિંડી મામલે મુંબઈની વિશેષ
PMLA કોર્ટે જામીન આપ્યા છે. રાણા કપૂર પર કથિત રૂ.300 કરોડની
છેતરપિંડી મામલે જેલમાં હતા.

 

દરમિયાન, આજે સવારે દિલ્હી
હાઈકોર્ટે યસ બેંકનાં પૂર્વ
MD  અને CEO રાણા
કપૂરની જામીન અરજી પર
ED
પાસેથી જવાબ માંગ્યો હતો. જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ કપૂરની અરજી પર નોટિસ જારી કરી
હતી અને આ મામલાની વધુ સુનાવણી 11 માર્ચે કરવાની યાદી આપી હતી. ગયા મહિને
, ટ્રાયલ કોર્ટે રાણા કપૂરને જામીન આપવાનો ઇનકાર કર્યો
હતો
, તે જોતા કે તેમની વિરુદ્ધનાં આરોપો સૌથી ગંભીર અને
ગંભીર પ્રકૃતિનાં હતા. જોકે
, ટ્રાયલ
કોર્ટે અન્ય 15 આરોપીઓને પણ જામીન આપ્યા હતા. જેમા બી હરિહરન
, અભિષેક એસ પાંડે, રાજેન્દ્ર કુમાર મંગલ, રઘુબીર કુમાર શર્મા, અનિલ ભાર્ગવ, તાપસી મહાજન,
સુરેન્દ્ર કુમાર ખંડેલવાલ, સોનુ ચડ્ઢા, હર્ષ ગુપ્તા, રમેશ શર્મા
, પવન કુમાર છે. જણાવી દઇએ કે, જસ્ટિસ મનોજ કુમાર ઓહરી સમક્ષ બુધવારે રાણા કપૂરની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કપૂરે સ્પેશિયલ કોર્ટ દ્વારા જામીન નકારવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 466.51 કરોડ રૂપિયાનાં બેંક લોન ફ્રોડ કેસમાં કપૂર વિરુદ્ધ મની લોન્ડરિંગનો આ કેસ નોંધ્યો છે. આ સિવાય તેની સામે કેટલાક અન્ય પ્રકારનાં કેસ નોંધાયેલા છે જે નાણાકીય છેતરપિંડી અને બનાવટી સાથે સંબંધિત છે.

આપને જણાવી દઇએ કે, કપૂરે કોર્ટને કહ્યું છે કે તપાસ દરમિયાન ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી નથી. હવે જ્યારે કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે, ત્યારે તેને કેસમાં કસ્ટડીમાં મોકલીને કોઈ હેતુ પૂરો થશે નહીં. કપૂર હાલમાં EDનાં અન્ય એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મુંબઈની તલોજા જેલમાં બંધ છે. PMLA કોર્ટ, મુંબઈએ તેને અન્ય કેસમાં રૂ. 300 કરોડની કથિત છેતરપિંડીમાં જામીન આપ્યા છે.