+

Mumbai Fire : બોરીવલીમાં બહુમાળી બિલ્ડીંગમાં આગ, એકનું મોત, 3 લોકો હોસ્પિટલમાં દાખલ…

મુંબઈ (Mumbai)ના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ (Fire) લાગી છે. આગમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે…

મુંબઈ (Mumbai)ના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ (Fire) લાગી છે. આગમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તાજેતરની માહિતી અનુસાર, આગ (Fire) પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ…

મળતી માહિતી મુજબ, બોરીવલી પૂર્વ વિસ્તારમાં મગાથાણે મેટ્રો સ્ટેશન પાસે કનકિયા સમર્પણ ટાવરમાં આગ (Fire) લાગી હતી. આ ટાવર રહેણાંક હોવાનું કહેવાય છે. આગ (Fire)માં ગૂંગળામણને કારણે મહેન્દ્ર શાહ નામના વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોના નામ રંજના રાજપૂત, શિવની રાજપૂત અને શોભા સાવલે છે.

22 માળની ઈમારતમાં આગ લાગી હતી…

ફાયર વિભાગે આપેલી માહિતી મુજબ આગ માત્ર ઈલેક્ટ્રીકલ વાયરીંગ, ઈલેકટ્રીકલ વાયર વગેરે પુરતી સીમિત હતી. આ આગ (Fire) કનકિયા સમર્પણ ટાવરના પહેલાથી છઠ્ઠા માળ સુધી જ પહોંચી શકી હતી. જ્યાં આગ (Fire) લાગી તે જગ્યા 22 માળની હાઇરાઇઝ રહેણાંક ઇમારત છે. હાલ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકો સુરક્ષિત છે. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચો : Rajasthan ના BJP પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ આપ્યું રાજીનામું!, સામે આવ્યું ચોનકાવનારું કારણ…

આ પણ વાંચો : NEET UG નું સુધારેલું અંતિમ પરિણામ જાહેર, આ રીતે તપાસો…

આ પણ વાંચો : Mumbai માં ભારે વરસાદના કારણે 60 ટ્રેનો રદ, શાળાઓ કરાઈ બંધ…

Whatsapp share
facebook twitter