Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mumbai Fire : મુંબઈના ગોરેગાંવમાં સાત માળની ઈમારતમાં લાગી ભીષણ આગ,7 લોકોના મોત,39 ઘાયલ

09:39 AM Oct 06, 2023 | Hiren Dave

મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં સાત માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 46 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા. આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગ્યા બાદ 30થી વધુ લોકોને બચાવી લેવાયા છે. બચાવી લેવામાં આવેલા લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, BMCએ આ ઘટનાની જાણકારી આપી છે. દરમિયાન, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, બચાવાયેલા 6 લોકોની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગોરેગાંવમાં G+5 બિલ્ડીંગમાં આગ લાગી તેમાં 39 લોકો દાઝી ગયા હતા. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી વિગતોની રાહ જોવાઈ રહી છે જ્યાં ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા

એક પોલીસ અધિકારીએ કહ્યું કે બિલ્ડિંગમાં આગ કેવી રીતે લાગી તે વિશે કંઈપણ અનુમાન કરવું ખોટું હશે. જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમે બિલ્ડિંગમાં હાજર મોટાભાગના લોકોને બહાર કાઢ્યા છે. કેટલાક લોકો ફસાયા છે, તેમને પણ બહાર કાઢવામાં આવશે.

પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી

અહીં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો, હાલમાં કુલિંગનું કામ ચાલી રહ્યું છે.

 

આ પણ  વાંચો-અફઘાનિસ્તાન દૂતાવાસ બંધ, ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ