Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મુંબઈ ATS ની ટીમના વડોદરામાં ધામા, મેમણ જમાતખાનાની ઓફિસ અને ઓપ્ટિકલ હાઉસમાં તપાસ હાથ ધરી

12:11 PM Dec 29, 2023 | Harsh Bhatt

મુંબઈ ATS ની ટીમના વડોદરામાં ધામા નાખ્યા છે. સમગ્ર બાબત એમ છે કે,  RBI ના મુંબઈ કાર્યાલય સહિત અન્ય 11 જગ્યાઓ ઉપર બોમ્બિંગ કરી તેને ઉડાડી દેવાનો ભર્યા મેઈલ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના મૂળિયાં મુંબઈ ATS ને વડોદરા સુધી ખેંચી લાવ્યા હતા, માટે આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તેમણે વડોદરામાં ધામા નાખ્યા છે.

મુંબઈ ATS ની ટીમે  મેમણ જમાતખાનાની ઓફિસ અને ઓપ્ટિકલ હાઉસમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમણે જાણવા મળ્યું હતું કે,  ત્યાં ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, અને મુંબઈ ATS ની ટીમને એ પણ આશંકા વર્તાઇ રહી છે કે ધમકીભર્યો મેલ ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટરથી કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ATS ની ટીમને તાંદલજાના મોહંમદ અર્શીલ ઉપર મેઈલ કર્યો હોવાની આશંકા છે. આ બાદ હાલ તેમના દ્વારા વધુ તપાસ અંગે ઈન્ટરનેટ રાઉટર તથા CCTV ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે.

આ પહેલા આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે મામલે વડોદરામાંથી 3 યુવકોની અટકાયત કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો — Loksabha Election 2024 : ગાંધીનગરમાં કમલમ ખાતે BJP પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા