Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પરિવાર શોધતું રહ્યું અને ભાઇ-બહેને ભંગાર પડેલી કારમાં દમ તોડ્યો

04:11 PM Apr 25, 2024 | PARTH PANDYA

MUMBAI : બહાર બાળકોને એકલા રમવા દેતા માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઇ (Mumbai) ના એંટોપહિલ વિસ્તારમાં (Antop Hill area) પરિવારના ભાઇ-બહેન રમતા રમતા ભંગારની કારમાં પહોંચ્યા હતા. કારમાં અંદર ગયા બાદ બહાર નિકળવામાં નિષ્ફળ રહેતા બંનેએ કારમાં જ દમ તોડ્યો હતો. એક બાજુ પરિવાર બે બાળકોને શોધતું રહ્યું, તો બીજી તરફ બંને બાળકોએ ભંગાર પડેલી કારમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સંતાનો ગાયબ થતા પરિવાર ચિંતીત થયું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઇના એંટોપહિલ વિસ્તારમાં રહેતા પરિવારના ભાઇ-બહેન, સાજીદ અને મુસ્કાન અચાનક ગાયબ થઇ ગયા હતા. સાજીદની ઉંમર 7 વરહ્ષ અને મુસ્કાનની ઉંમર 5 વર્ષ હતી. બહાર રમતા રમતા અચાનક બે સંતાનો ગાયબ થતા પરિવાર ચિંતીત થયું હતું. અને નજીકમાં શોધખોળ આદરી હતી. જો કે, બંનેનો શોધવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જે બાદ સ્થાનિક પોલીસ મથક (Antop Hill police station) માં બે બાળકો ખોવાયા અંગેની નોંધ પણ કરાવવામાં આવી હતી. જે બાદ બાળકોની તપાસમાં પોલીસ પણ જોડાઇ હતી.

સારવાર મળે તે પહેલા જ મૃત્યુ

પોલીસે સીસીટીવી ફંફોસી નાંખ્યા, આસપડોશમાં પુછપરછ પણ કરી છતાં કંઇ હાથ લાગ્યું ન હતું. જે બાદ તપાસ ચાલી રહી હતી, તેવામાં એક મહિલા અધિકારીની નજર ઘર પાસે પડેલી ભંગાર થઇ ગયેલી કાર પર પડી હતી. મોડી રાત થઇ ગઇ હોવાથી મહિલા અધિકારીએ માત્ર કાર લોક છે કે નહિ તેની તપાસ કરી હતી. અંધારામાં રાત્રે કંઇ ખાસ જોઇ શકાતું નહતું. તેવામાં મહિલા અધિકારીએ મોબાઇલ ટોર્સ શરૂ કરીને અંદર જોતા બે બાળકો બેશુદ્ધ હાલતમાં હોવાનું નજરે પડ્યું હતું. તાત્કાલિક ભંગાર કારનો દરવાજો જેમ તેમ ખોલીને બાળકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. મૃત્યુ થવાનું પ્રાથમિક કારણ ગુંગણામળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બહાર આવીને જોયું તો બંને લાપતા

સમગ્ર ઘટનાને લઇને એંટોપહિલ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન સંતાનોના પિતા રહમત અલી જણાવે છે કે,સાજીદ અને મુસ્કાન બુધવારે બપોરે ઘર પાસે જ રમી રહ્યા હતા. થોડા સમય બાદ જમવા માટે બોલાવ્યા તો તેમણે કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો. રૂમ બહાર આવીને જોયું તો બંને લાપતા હતા.

આ પણ વાંચો — લોકો કોંગ્રેસને 2024 ની ચૂંટણી પછી ભૂલી જશે – રક્ષામંત્રી રાજનાથસિંગ