Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MUMBAI : ત્રણ માળની ઈમારત થઈ ધરાશાઈ, કાટમાળ નીચે ફસાયા રહેવાસીઓ

10:18 AM Jul 27, 2024 | Harsh Bhatt

MAUMBAI SHAHBAZ VILLAGE : MUMBAI શહેરના એક ગામમાંથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. MUMBAI પાસેના શાહબાઝ ગામમાં આ ઘટના બની છે. શાહબાઝમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. મળતી માહિતીના અનુસાર, ઈમારત ધરાશાયી થયા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વધુમાં તે બાબત પણ જાણવા મળી છે કે, અત્યાર સુધી કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF બચાવ કાર્ય માટે પહોંચી ગયા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

સવારે 4.50 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી

MUMBAI ના શાહબાઝ ગામમાં ત્રણ માળની ઇમારત ધરાશાઈ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ઇમારત ધરાશાઈ થવાની બાબત અંગે ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સવારે 4.50 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ અમારી ટીમ અહીં પહોંચી, ત્યારબાદ અમે જોયું કે બે લોકો ફસાયેલા છે. અમે સૈફ અલી અને રૂખસાર ખાતુનને જીવતા બહાર કાઢ્યા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિના ગુમ હોવાના પણ અહેવાલ મળ્યા છે. મળતી માહિતીના અનુસાર, મોહમ્મદ સિરાજ નામનો વ્યક્તિ ગુમ છે.

ઈમારત માત્ર 10 વર્ષ જૂની હોવાનું કહેવાય છે

આ ઘટના બાબત અંગે એક ખૂબ જ અગત્યની વિગત એ સામે આવી છે, જેના અનુસાર ઈમારત માત્ર 10 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. હજી આ ઘટના બનવા પાછળનું કારણ જાણી શકાયું નથી. અત્યાર સુધીમાં 52 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય બે લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે લોકો હજુ પણ ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જેઓ સુરક્ષિત છે તેમને રેસ્ક્યુ શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે. વધુમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Anandpal : કૃર અપરાધી, રિવોલ્વર રાની સાથે અફેર અને….