+

મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો, જાણો શું હતી આ ફ્લેટની ખાસિયત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો છે. સુપિરિયર ઇન્ક. તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં આ ફ્લેટ માટેનો સોદો $9 મિલિયનમાં કરવામાં આવ્યો છે. ચોથા…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો છે. સુપિરિયર ઇન્ક. તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં આ ફ્લેટ માટેનો સોદો $9 મિલિયનમાં કરવામાં આવ્યો છે. ચોથા માળનો આ ફ્લેટ 2,406 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેમાં બે બેડરૂમ, ત્રણ બાથરૂમ, રસોઇયાનું રસોડું, 10 ફૂટ ઊંચી છત, હેરિંગબોન હાર્ડવુડ ફ્લોર અને નોઇઝ પ્રૂફ વિન્ડો છે. ન્યૂયોર્કની આ બિલ્ડીંગમાં અંબાણીના પડોશીઓમાં હિલેરી સ્વેંક અને માર્ક જેકોબ્સ સામેલ હતા…આ ફ્લેટની ખાસિયત એ હતી કે અહીંથી હડસન નદીનો અદભૂત નજારો પણ ઉપલબ્ધ છે.

17 માળની ઇમારતમાં ફ્લેટ

સુપિરિયર ઇન્ક નામની આ ઇમારત 17 માળની છે. તે મૂળરૂપે સુપિરિયર ઇંક ફેક્ટરી તરીકે સેવા આપતું હતું. તેની શરૂઆત વર્ષ 1919માં થઈ હતી. વર્ષ 2009 માં, રોબર્ટ એએમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ દ્વારા બિલ્ડિંગમાં કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની ગણતરી વિશ્વની સૌથી મોંઘી ઈમારતોમાં થાય છે. કુલ 4,532 ચોરસ મીટરમાં ફેલાયેલી આ ઇમારતમાં કુલ 27 માળ છે. દુનિયાની તમામ સુવિધાઓ આ ઘરમાં છે.

એશિયાના સૌથી અમીર અબજોપતિ

મુકેશ અંબાણી વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. તો એશિયાના તેઓ સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની નેટવર્થની વાત કરીએ તો તે 95 અબજ ડોલર છે. આ આંકડા બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના છે

Whatsapp share
facebook twitter